Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ઝારખંડમાં ફરી મોબ લિચિંગ:ચોરી કર્યાની આશંકાએ બે યુવકને ઢોર માર માર્યો : એકનું મોત : બીજો ગંભીર

ઘટનાને પગલે પાંચ લોકોની ઘરપકડ

ઝારખંડના ધનબાદમાં ચોરીની શંકાએ  ભીડ દ્વારા બે લોકોને માર મારવામાં આવ્યો હતો જે બાદ એકનું મોત નિપજ્યું હતું જ્યારે બીજો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.પોલીસે  આપેલી માહિતી અનુસાર ઘટના મંગળવારે રાત્રે ગોવિંદપુર કોલોનીના એક સર્વિસ સેન્ટરમાં બની હતી

  . મુબારક અંસારી અને અખ્તર અંસારી નામના બે વ્યક્તિને કથિત રૂપે એક ટ્રકમાંથી બેટરી ચોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ટ્રક ચાલકે તેમણે જોયા બાદ મદદ માટે બુમો પાડી હતી. તે બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી અને બન્ને વ્યક્તિને માર માર્યો હતો.

   કોઈએ પોલીસને આ વાતની જાણ કરતા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બન્ને યુવાઓમાંથી એક અખ્તર અંસારીને હિંસક ભીડની વચ્ચે બચાવી લેવામાં આવ્યો હતો જ્યારે મુબારક અંસારીનું મૃત્યુ નિપજ્યું હતું. ઘટનાને પગલે પાંચ લોકોની ઘરપકડ કરવામાં આવી છે.

(10:07 pm IST)