Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

પોલીસ-વકિલ વિવાદ

દિલ્હીની ત્રણ મોટી અદાલતોમાં કામકાજ ઠપ્પઃ વકિલ દ્વારા આત્મહત્યાનો પ્રયાસ

નવી દિલ્હી,તા.૬: તીસ હજારી કોર્ટમાં થયેલી અથડામણ બાદ વકીલો અને દિલ્હી પોલીસ વચ્ચે વિવાદ અટકવાનું નામ લઇ રહ્યો નથી. મંગળવારે પોલીસકર્મીઓના વિરોધ પ્રદર્શન બાદ આજે વકીલોએ પણ રોહિણી અને સાકેત કોર્ટની બહાર હંગામો-પ્રદર્શન શરૂ કરી દીધું છે.આ ઉપરાંત પ્રદર્શનકારીઓએ સાકેત કોર્ટ પરિસરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો છે અને લોકોને અંદર જવા દેવામાં આવતા નથી. બીજી તરફ પોલીસકર્મીઓના પ્રદર્શનને લઇને સુપ્રીમ કોર્ટના એક વકીલ વરૂણ ઠાકુરે દિલ્હી પોલીસ કમિશ્નરને કાનૂની નોટીસ મોકલી છે.

જોકે દિલ્હી જિલ્લા કોર્ટના વકીલ તીસ હજારી કોર્ટની દ્યટનાના વિરોધમાં બુધવારે ન્યાયિક કાર્યનો બહિષ્કાર ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. દિલ્હી જિલ્લા કોર્ટ સમન્વય સમિતિએ એક પરિપત્રમાં કહ્યું કે દિલ્હીની બધી જિલ્લા કોર્ટોમાં કામ કરવા પર પ્રતિબંધ ચાલુ રહેશે.

તીસ હજારી કોર્ટ પરિસરમાં વકીલો અને પોલીસકર્મીઓ વચ્ચે માથાકુટના સંબંધમાં દાખલ અરજી પર દિલ્હી હાઇકોર્ટ આજે સુનાવણી કરશે. આ અરજી દિલ્હી પોલીસકર્મીઓને ૨ નવેમ્બરના રોજ દાખલ કરી હતી. આ અરજી પર બપોરે ૩ વાગ્યાની આસપાસ સુનાવણી થશે. અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવે છે, કારણ કે દિલ્હી પોલીસ પોતાના દમ પર આંદલનકારીઓની માંગોને પુરી ન કરી શકે. ઉલ્લેખનીય છે કે શનિવારે તીસ હજારી કોર્ટ પરિસરમાં પાર્કિંગને લઇને એક વકીલ અને કેટલાક પોલીસકર્મીઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી, ત્યારબાદ તેને હિંસાનું રૂપ ધારણ કરી લીધું હતું. આ દરમિયાન એક વકીલને ગોળી પણ વાગી ગઇ.

આ પહેલાં મંગળવારે દિલ્હી પોલીસના હજારો કર્મીઓએ તીસ હજારી કોર્ટમાં વકીલો દ્વારા તેના સહયોગી પર હુમલાના વિરૂદ્ઘ એક વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન પોલીસ કર્મી શ્નઈંજ્રા ન્યાય ઇચ્છીએ છીએ (વી વોન્ટ જસ્ટિસ)ના નારા લગાવતા જોવા મળ્યા હતા. તેમણે શાંત કરવા માટે પહોંચ પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકના દ્યટનાક્રમની નિષ્પક્ષ તપાસનું આશ્વાસન આપ્યું.

(4:27 pm IST)