Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

એક એવો દેશ, જયાં સાતથી વધારે બાળકો પેદા કરે તો માતાને મળે છે 'ગોલ્ડ મેડલ'

અહીંની સરકાર ઈચ્છે છે કે પરિવારમાં વધારે બાળકો હોય

મોસ્કો, તા.૬: ઘણા દેશોમાં સરકાર વધારે બાળકો ધરાવતા નાગરિકોને આર્થિક પ્રોત્સાહન આપે છે. કઝાખસ્તાન દેશ આ બાધા કરતા દ્યણો આગળ છે. આ દેશમાં મોટા પરિવારોને પ્રોત્સાહન આપાવમાં આવે છે. અહીંની સરકાર ઈચ્છે છે કે પરિવારમાં વધારે બાળકો હોય. દેશના જન્મ દરમાં વધારો કરતી માતાઓને અહીં 'હીરો મધર્સ'નું મેડલ આપવામાં આવે છે.

જે પરિવારમાં છ બાળકો હોય તે માતાને રજત પદક (સિલ્વર મેડલ) આપવામાં આવે છે. સાત કે તેથી વધારે બાળકો પેદા કરનારી માતાને સ્વર્ણ પદક (ગોલ્ડ મેડલ) આપવામાં આવે છે. આ મેડલ મેળવનારી માતાઓને સરકાર તરફથી ઉંમરભર માસિક ભથ્થું પણ મળે છે.

કઝાખસ્તાનમાં રહેતી રોશન કોજમકુલોવા ૧૦ બાળકોની માતા છે. તેની પાસે રજત અને સ્વર્ણ પદક બંને છે. પોતાની આ ઉપલબ્ધીઓ પર તેને ગર્વ છે. તેના દ્યરમાં આઠ છોકરીઓ અને બે છોકરા છે. બધા લોકો એક સાથે ભોજન કરે છે.

અન્ય એક મહિલા હલાઈકબેવાને છ બાળકો છે. તેને રજત પદક મળ્યું છે અને સરકાર તરફથી દર મહિને ભથ્થું પણ મળે છે. તે જણાવે છે કે તેનો સૌથી નાનો પુત્ર ૪ વર્ષનો છે જયારે સૌથી મોટો પુત્ર ૧૮ વર્ષનો છે.

જે માતાઓ મેડલ જીતી શકતી નથી તેમને પણ સરકાર આર્થિક સહાયતા પૂરી પાડે છે.  જે પરિવારમાં ચાર બાળકો છે તેમને પણ ભથ્થું આપવામાં આવે છે. આ ભથ્થું તેમના બાળકો ૨૧ વર્ષના થાય ત્યાં સુધી જ આપવામાં આવે છે.

(11:42 am IST)