Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

યુ.એસ.માં કેલિફોર્નિયા ડીસ્ટ્રીકટ જજ તરીકે નિમાયેલા ઇન્ડિયન અમેરિકન સુશ્રી શિરીન મેથ્યુનું નામ સેનેટની બહાલી માટે મોકલાયું

વોશીંગ્ટન ડીસીઃ યુ.એસ.પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ તાજેતરમાં જુદા જુદા હોદાઓ ઉપર ૧૮ વ્યકિતઓને નિમણુંક આપી હતી. જેમાં સાઉધર્ન ડીસ્ટ્રીક ઓફ કેલિફોર્નિયાના ડીસ્ટ્રીકટ જજ તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા એટર્ની સુશ્રી શિરીન મેથ્યુનો સમાવેશ થતો હતો.

આ તમામ ૧૮ વ્યકિતઓના નામ સેનેટને બહાલી આપવા માટે મોકલી દેવાયા છે.

સુશ્રી મેથ્યુ સાન ડીએગો સ્થિત જોન્સ ડે ફર્મમાં પાર્ટનર છે. તથા ક્રિમીનલ કેસમાં માસ્ટરી ધરાવે છે.

(8:14 pm IST)