Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

ઉતરપ્રદેશના વારાણસીમાં બનાવવામા આવ્‍યો ચંદ્રયાન-ર પર આધારિત દુર્ગાપુજા પંડાલ

ઉતરપ્રદેશના વારાણસીમાં નવરાત્રિ દરમ્‍યાન ચંદ્રયાન-ર પર આધારિત એક દુર્ગાપુજા  પંડાલ બનાવવામા આવ્‍યો છે પંડાલમાં ઇસરો પ્રમુખ કે સિવાનનું મોડલ પણ લગાવામા આવ્‍યું છે.

પુજા સમિતિના સદસ્‍ય રાજેશ જયસ્‍વાલએ કહ્યું અમે ઇસરોના માનવયુકત અંતરીક્ષથી મીશનને પણ ચિત્રીત કરવા માગતા હતા. આ માટે અમે અંતરિક્ષ યાત્રિઓના મોડલ પણ સ્‍થાપિત કર્યા છે.

(12:00 am IST)
  • મોડીરાત્રે રાજકોટના બજરંગવાડી 25 વારિયા પ્લોટ પાસે રાજીવનગર મેઈન રોડ પર રિક્ષામાં અચાનક આગ ભભૂકી : રિક્ષામાં પેટ્રોલ લીક થતું હોવાથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ : આસપાસના રહીશોએ પાણીનો મારો ચલાવ્યો : સદનસીબે કોઈ જાનહાની કે ઇજા નથી access_time 11:29 pm IST

  • છત્તીસગઢમાં કેશવાનમાંથી એક કરોડની લૂંટ :ગ્રામજનોએ ચાર લૂંટારૂઓને ઝડપ્યા : 20 લાખનું બંડલ ગાયબ : છત્તીસગઢના બેમેતારા જિલ્લામાં એટીએમ કેશવાનમાંથી એક કરોડની લૂંટ કરીને ભાગતા ચાર સશસ્ત્ર લૂંટારુઓ ગ્રામજનોની મદદથી પોલીસે ઝડપી લીધા : ધરપકડ બાદ લૂંટારુઓ પાસેથી 80 લાખ જપ્ત કર્યા : તમામ લૂંટારુઓ હરિયાણાના રહેવાસી :કેશવાનમાં પંચર થતા ટાયર બદલાવતા વખતે લૂંટારૃઓએ બંદૂકની અણીએ કેશવાન લૂંટી : ભાગતા લૂંટારુઓના વાહન પર ગ્રામજનોએ પથરાવ કર્યો પણ ભાગવામાં સફળ થયા બાદ ગ્રામજનોએ ઘેરી લીધા અને પોલીસની નાકાબંધીમાં સપડાયા access_time 12:42 am IST

  • સોનાની દાણચોરી માટે યુવાનનો નવતર કીમિયો : કસ્ટમ અધિકારીઓએ કોચ્ચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક કિલો સોનાની દાણચોરીના આરોપમાં મલપ્પુરમનો નિવાસી નૌશાદને ઝડપી લીધો : નૌશાદે માથામાં વચ્ચે વાળ મૂંડાવીને સોનાને વિગથી ઢાંકી દીધા હતા: મેટલ ડિટેક્ટની પકડથી બચવા માટે સોનાને પેસ્ટ બનાવી છુપાવ્યું હતું access_time 12:31 am IST