Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

યુપીમાં ગર્ભવતી મહિલાની દવાખાનામાંથી હકાલપટીના મામલે નર્સને નોકરીમાંથી રૂખસદ

ઉત્તરપ્રદેશના બહેરાઇચ શહેરમાં સરકારી દવાનાખામાં પ્રસવ પીડા સાથે દાખલ થયેલ ગર્ભવતી મહિલાને દવાખાનામાંથી બહાર તગેડી મુકવાના મામલે એક નર્સને નોકરીમાંથી બરતરફ કરવામાં આવેલ છે.  એક અહેવાલ પ્રમાણે ગર્ભવતી મહિલાએ રસ્તા ઉપર બાળકને જન્મ આપ્યો. અને નવજાત બાળકનું મોત થયુ. દવાખાના સત્તાવાળાઓ દ્વારા જણાવવામાં આવ્યું કે તપાસ દરમ્યાન નર્સ દ્વારા સંવેદનહીનતા અને બેદરકારી દાખવવામાં આવેલ અને પૈસાની માંગણી થયેલ.

(12:20 am IST)