Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

કલમ 377 વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં આ પાંચ લોકોએ છેલ્લે સુધી લડાઈ લડી

 

નવી દિલ્હી :કલમ 377 નો મુદ્દો એક એનજીઓ 'નાઝ ફાઉન્ડેશન' ઉઠાવ્યો હતો. સંગઠને 2001 માં દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી અદાલતને સમાન લિંગના બે વયસ્કો વચ્ચે યૌન સંબંધોને ગુનો માનતી જોગવાઈને 'ગેરકાયદેસર' ગણાવી હતી. એપ્રિલ 2016 માં કલમ 377 સામે સુપ્રિમ કોર્ટમાં નવજોત સિંહ જૌહર, અંજલિ ગોપાલન, સુનીલ મહેરા, રિતુ ડાલમિયા અને આયશા કપૂરે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

(10:50 pm IST)