Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

એનએસજીમાં ભારતને પ્રવેશની શકયતાએ શેરબજારમાં તેજીનો દોરઃ ઈન્ડેક્ષ ૨૫૬ અપ

નીફટી ૬૬ પોઈન્ટ સુધરીઃ રીલાયન્સ, બેન્ક, ફાર્મા, મેટલ શેરોમાં તેજી

રાજકોટ, તા. ૬ :. મુંબઈ શેરબજાર-નેશનલ સ્ટોક એક્ષચેન્જમાં સવારથી શરૂ થયેલી તેજી બપોરે ૩ વાગ્યે પણ ચાલુ રહી હતી. એ ગ્રુપ અને સિલેકટેડ શેરોમાં તેજીનો દોર ફુંકાયો હતો.

નેશનલ સિકયુરીટી ગ્રુપ એટલે કે એનએસજીમાં અમેરિકા દ્વારા ભારતને પ્રવેશની શકયતા-એન્ટ્રી થાય તેવી હવા ફૂંકાતા તેજીનો આખલો ભૂરાયો થયો હતો અને બપોરે ૩ વાગ્યે ઇન્ડેક્ષ રપ૬ અપ સાથે ૩૮ર૭૮ તો નીફટી ૬૬ અપ સાથે ૧૧પ૪ર જોવા મળી હતી.

ખાસ કરીને રીલાયન્સ-એ ગ્રુપ ઉપરાં બેંક શેરો-મેટલ-ફાર્મા શેરોમાં મોટી તેજીનો દોર જોવા મળ્યો હતો.(૨-૨૨)

(4:13 pm IST)