Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

ગોવામાં સત્તાપલ્ટો થશેઃ ભાજપના ૩ ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાઃ મોટા વિસ્ફોટની તૈયારીઓ?

ગોવામાં રાજકીય ઉથલપાથલના એંધાણ મળે છે. મુખ્યમંત્રી મનોહર પારીકરની સતત નાદુરસ્ત તબિયત અને ફરી વિદેશ લઇ જવાયા પછી પાંખી બહુમતિવાળી ભાજપ સરકારની હાલક ડોલક બની છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે ભાજપના ૩ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. કોંગ્રેસ પ્રવકતા-ધારાસભ્ય દયાનંદ સાંપ્તે કહે છે કે ભાજપની ગઠબંધન સરકારને એમ આ ૩ સભ્યોના ટેકાથી તોડી પાડશું: જો કે ભાજપે આ બાબતને નકારી કાઢી કોંગ્રેસ મુર્ખ બનાવી રહયાનું જાહેર કર્યું છે.

અત્યારે ૪૦ સભ્યોની ગોવા વિધાનસભામાં કોંગ્રેસના ૧૬ સભ્યો છે અને ભાજપના ૧૪ ધારાસભ્યો છે. હવે ભાજપના ૩ સભ્યો જો કુદકો મારે તો સહેલાઇથી કોંગ્રેસની સરકાર રચાય.

(3:56 pm IST)