Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

નવ વર્ષની સાવકી પુત્રી ઉપર સાવકા પુત્ર અને મિત્રો દ્વારા સાવકી માએ ગેંગરેપ કરાવ્યો

આંખો કાઢી લીધી : ગુપ્તાંગ ઉપર એસીડ રેડયું : જંગલમાં લઇ જઇ કાળો કામો : લાશ દાટી દીધી : હાહાકાર

શ્રીનગર : કાશ્મીરના બારામુલા જિલ્લામાં નવ વર્ષની બાળકી સાથે જબરજસ્તીનો અત્યંત ભયાવહ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

પોલીસે બાળકીના અપહરણ, ગઙ્ખંગરેપ અને હત્યાના કેસમાં એક મહિલા સહિત છ વ્યકિતઓની ધરપકડ કરી છે.

પીડિત બાળકી આરોપી મહિલાની સાવકી પુત્રી હતી. આરોપ છે કે મહિલાએ બદલો લેવા માટે પોતાના સગા પુત્ર અને તેના મિત્રો દ્વારા બાળકીનો બળાત્કાર કરીને હત્યા કરાવી.

પોલીસ અનુસાર બાળકીની સાવકી માએ પોતાના ૧૪ વર્ષના પુત્ર અને અન્ય ત્રણ દ્વારા બાળકીનો રેપ કરાવ્યો. રેપના સમયે તે પોતે પણ ત્યાં જ મોજૂદ હતી. સાવકી પુત્રીની આંખો ખેંચી લેવામાં આવેલ, ગુપ્ત ભાગ ઉપર એસીડ નાખેલ, અમાનુષી ત્રાસ વર્તાવી હત્યા કરી જંગલમાં લાશ દાટી દેવાયેલ. કથુઆકાંડ પછી આ ભયાનક ઘટના બહાર આવતા પ્રચંડ રોષ સર્જાયો છે.

આ બનાવ અંગે વિગતે જોઇએ તો કાશ્મીરના બારામુલા જીલ્લામાં એક સાવકી માંએ એક બળકી ઉપર ગેંગરેપ કરાવી, તેની હત્યા કરાવીને તેની લાશ જંગલમાં ફેંકાવી દીધી હતી. આરોપી મહીલા અને તેના દિકરા સહીત પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવાઇ છે. આ બનાવની જાણ થતા જ આસપાસના વિસ્તારમાં સનસનાટી મચી ગઇ છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકી સાથે દુષ્કર્મ કર્યા પછી આરોપીઓએ તેની આંખો ફોડી નાખી હતી. માનવતાને નીચા જોવુ કરાવતી આ ઘટના અંગે પોલીસે બાળકીની સાવકીમા, સાવકા ભાઇ સહીત પાંચ લોકોને પકડી લીધા છે.

બારામુલ્લાના એસ.એસ.પી.ઇમ્તીયાઝ હુસેને મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે બાળકી સાથે દુષ્કર્મ કર્યા પછી તેની હત્યા કરી દેવાઇ હતી. આરોપીઓએ બાળકીની આંખો ફોડી નાખી હતી. અમે હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથીયાર અને એસીડ લાવવા માટે ઉપયોગમાં લેવાયેલ પ્લાસ્ટીક કેન ઝડપી લીધું છે બે સગીર સહીત પ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

ઇમ્તીયાઝ હુસેનના કહેવા પ્રમાણે સગીર બાળકી ઉંડી વિસ્તારમાંથી ર૩ ઓગસ્ટથી ગુમ હતી. ર સપ્ટેમ્બરે બાળકીની લાશ જંગલમાંથી મળી આવી હતી. પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે છરીની અણીએ બાળકીને અપહરણ કરીને તેના પર ગેંગરેપ કરાયો હતો. ત્યાર પછી તેનું ખૂન કરવામાં આવ્યું હતું બાળકીની સાવકી માએ પોતે ચાકુ પકડયું હતું. ઘટના સ્થળેથી ચાકુ પણ જપ્ત કરી લેવાયું હતું. સાવકી માની સાથે તેનો ૧૪ વર્ષનો દિકરો પણ હતો જેણે પોતાની માને સાથ આપ્યો હતો.

પાંચ અન્ય લોકોએ પણ ત્યાં પહોંચીને છોકરી સાથે સામુહીક બળાત્કાર કર્યો હતો, પછી કુહાડી અને ચાકુથી હુમલો કરીને તેનું ખુન કર્યું હતું. ખૂન કર્યા પછી છોકરીને ઝાડીઓમાં ફેંકીને બધા ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. છોકરીની લાશને અનાનસના ઝાડની ડાળીઓથી ઢાંકી દેવામાં આવી હતી પોલીસે બધા આરોપીઓને ઝડપી લીધા હતા અને તેમણે પોતાનો ગુનો કબુલી લીધો હતો.

મળેલી માહીતી અનુસાર આરોપી મહીલાના પતીએએકલગ્ન ઝાંરખંડની એક મહીલા સાથે અને બીજા લગ્ન કાશ્મીરી મહીલા સાથે કર્યા હતા. જે બાળકીની હત્યા કરાઇ હતી તે ઝારખંડ વાળી પત્નીની દિકરી હતી. શોકય સોથી ઇર્ષાના કારે તેણે તેની દિકરી ઉપર સામુહીક બળાત્કાર કરાવીને તેની હત્યા કરાવીને મા ની મમતાને કલંકિત કરી હતી.

ર૩ ઓગસ્ટે તે પોતાની સાવકી દીકરીને લઇને જંગલમાં ગઇ તેણે પોતાના દિકરાને પણ ત્યાં બોલાવ્યો, જે પોતાના બે મિત્રો સાથે ત્યાં પહોંચી ગયો હતો. તેના ઉપરાંત એક અન્ય યુવકે પણ આ કૃત્યમાં તેમને સાથ આપ્યો હતો. સાવકી મા ના કહેવાથી બધાએ છોકરી પર બળાત્કાર કરીને તેની હત્યા કરી હતી.

હત્યા કર્યા પછી ભાઇએ છોકરીના ચહેરા પર તેજાબ ફેંકયો હતો જેથી તેની ઓળખ ન થઇ શકે. પોલીસે બધા આરોપીઓને પકડી લઇને ઘટનામાં વપરાયેલ કુહાડી, ચાકુ અને તેજાબની બોટલ ઝડપી લીધી છે. ટુંક સમયમાંજ આરોપીઓ વીરૂધ્ધ ચાર્જશીટ અદાલતમાં દાખલ કરી દેવામાં આવશે.

(3:55 pm IST)