Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં અણધાર્યો કડાકો

મુંબઈ તા. ૬ : બિટકોઈન સહિતની અન્ય અગ્રણી ક્રિપ્ટોકરન્સી અણધાર્યો કડાકો જોવા મળ્યો છે. લગભગ એક સપ્તાહ ક્રિપ્ટોકરન્સીમાં મક્કમ વૃદ્ઘિ પછી બુધવારે વહેલી સવારે બિટકોઈનમાં ૩૦૦ ડોલર કરતા પણ વધારોનો કડાકો નોંધાયો હતો. આની સાથે ઈથરિયમ, રિપલ અને બિટકોઈન કેશની પણ આવી પરિસ્થિતિમાં જોવા મળ્યા હતાં. જો કે, અત્યાર સુધી ક્રિપ્ટોકરન્સીમાં આવેલા અણધર્યા કડાકોના કારણની સ્પષ્ટ ખબર પડી નથી.પરંતુ વિશ્લેષ્કોનું માનવુ છે કે, પેનિકને કારણે રોકાણકારો દ્વારા જંગી પ્રમાણમાં વેચવાલી કરવાને કારણે તેના મુલ્યમાં ઘટાડો નોંધાયો છે.(૨૧.૨૩)

(3:55 pm IST)