Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

ઓસ્ટ્રેલિયામાં અદાણીને વધુ એક ફટકો : સ્થાનિક કવીન્સલેન્ડ સરકાર અદાણીને કોર્ટમાં ધસડી ગઇ

સીડની તા. ૬ : ઓસ્ટ્રેલિયાના ગ્રેટ બેરિયર રીફમાં ગેરકાયદે રીતે ભરપૂર પાણીથી ભરેલા કોલસાને છોડવાના આરોપમાં કવીન્સલેન્ડની સરકારે ભારતની જાયન્ટ કંપની અદાણીને કોર્ટમાં ઘસડી જવાનો નિર્ણય કર્યો છે.

૨૦૧૭માં ચક્રવાત ડેબી દરમિયાન અદાણીની માલિકીની અબોટ પોઇન્ટ બલ્કકોલને તેના મધ્ય કવીન્સલેન્ડ કોલ ટર્મિનલ ખાતે કાંપના પાણીને છોડવા માટે હંગામી ધોરણે લાયસન્સ આપવામાં આવ્યું હતું.

પરંતુ સરકારનું કહેવું છે કે વિસર્જિત પાણીમાં કોલસાની ધૂળની માત્રામાં નક્કી કરેલા ધોરણથી ૮૦૦ ટકાથી વધુની વૃદ્ઘિ થઇ છે.

કંપની જો કામચલાઉ ઉત્સર્જનના લાયસન્સના ભંગ બદલ દોષિત જાહેર થશે તો તેને ૨.૭ મિલિયન ડોલરનો (અંદાજે ૨૦ કરોડ રૂપિયા) સુધી દંડ થઈ શકે છે.(૨૧.૧૫)

(3:53 pm IST)