Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

વિવાદની વિસ્તૃત જાણકારી મેળવો

સવર્ણોનું ભારત બંધ શા માટે ? મોદી સરકારે એસસી/એસટી કાનૂનમાં કયો સુધારો કર્યો ?

નવી દિલ્હી, તા. ૬ :  મોદી સરકાર દ્વારા એસ.સી. એસ.ટી.સ એકટમાં કરાયેલા ફેરફારોના વિરોધમાં સવર્ણોએ આજે ભારતબંધનું એલાન આપ્યું છે. બંધની જાહેરાતના કારણે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવાઇ છે. ભારત બંધમાં મધ્યપ્રદેશ સૌથી સંવેદનશીલ રાજય બની ગયું છે જયાં પોલીસ અને પ્રશાસન પુરી રીતે સજ્જ છે. આ રાજયમાં એસ.સી.એસ.ટી. એકટનો સૌથી વધારે વિરોધ થઇ રહ્યો છે.

આખો વિવાદ મોટી સરકારે એસ.સી. એસટી. એકટમાં કરેલા ફેરફારને લીધે ઉભો થયો છે. એસ.સી. એસ.ટી. સંશોધન વિધેયક ર૦૧૮ દ્વારા મુળ કાનૂનમાં કલમ ૧૮એ ઉમેરીને જુના કાયદાને પસાર કરવામાં આવશે.

સરકાર તફરથી કરાયેલા સુધારા પછી આ બાબતનો કેસ દાખલ થતા જ ધરપકડની જોગવાઇ ફરીથી લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત આરોપીને આગોતરા જામી પણ નહી મળે પણ હાઇકોર્ટમાંથી સાદા જામીન જ મળશે.

જાતિ અંગેના શબ્દોનો ઉપયોગ કર્યાની ફરીયાદ મળતા તરત કેસ દાખલ કરવામાં આવશે અને પોલીસ ઇન્સ્પેકટર અને તેના ઉપરના અધિકારી તપાસ કરશે. એસ.ટી. એસ.ટી.સ કેસની સુનાવણી ફકત સ્પેશ્યલ કોર્ટમાં જ થશે.

શું કામ થયો છે વિવાદ ?

સુપ્રિમ કોર્ર્ટે એક ચુકાદામાં એસસી/ એસટી એકટના દુરૂપયોગ અંગે ચિંતા વ્યકત કરી હતી અને તેના અંગર્તત આવા કેસમાં તરત ગીરફતારીના બદલે પ્રાથમિક તપાસ કરવાનું કહ્યું હતું. આ કાયદાના ટીકાદારો અવાર-નવાર આ કાયદાના દુરૂપયોગનો આક્ષેપ કરતા રહે છે.

સુપ્રિમકોર્ટે હાલમાં જ કહ્યું હતું કે કેસમાં સરકારી અધિકારીઓની ધરપકડ સક્ષમ ઓથોરીટીની પરવાનગી પછી જ થઇ શકે. આ ઉપરાંત જે લોકો સરકારી કર્મચારી નથી તેમની ધરપકડ પ્રાથમિક તપાસ કર્યા પછી એસએસપીની પરવાગની પછી થઇ શકશે. નિર્દોષ લોકોને બચાવવા માટે કોઇ પણ ફરીયાદ મળે એટલે તરત કેસ દાખલ નહીં કરાય. કોર્ટના આવા હુકમ અને નવા દિશા નિર્દેશો પછી આ સમુદાયના લોકોનું કહેવું છે કે આવ્યું થવાથી અમારા પર અત્યાચાર વધી થશે. (ર૭.૩)

(3:51 pm IST)