Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

રાફેલ સોદા સામે સ્ટે અંગે સુપ્રીમમાં આવતા અઠવાડિયે થશે સુનાવણી : મોદી સરકાર સાબદી

નવી દિલ્હી તા. ૬ : સર્વોચ્ચ અદાલત ભારત અને ફ્રાન્સ વચ્ચેના રાફેલ ફાઇટર જેટના સોદા પર સ્ટે માગતી અપીલ પર આવતા અઠવાડિયે સુનાવણી હાથ ધરવા બુધવારે સંમત થઈ હતી. વકીલ એમ. એલ. શર્માએ પોતાની અપીલને તાકીદના ધોરણે સુનાવણી માટે હાથ ધરવામાં આવે એવી જે રજૂઆત કરી હતી એને મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા અને ન્યાયમૂર્તિઓ એ. એમ. ખાનવિલકર તથા ડી. વાય. ચંદ્રચૂડની બનેલી બેન્ચે ધ્યાનમાં લીધી હતી.

શર્માએ ફ્રાન્સ સાથેના ફાઇટર જેટ સોદામાં વિસંગતિઓ હોવાનો આક્ષેપ કરતા એવો દાવો કર્યો છે કે ૩૬ રાફેલ લડાકુ જેટ વિમાનો ખરીદવા વિશેનો બે સરકારો વચ્ચેનો કરાર રદ થવો જ જોઈએ, કારણકે એ ભ્રષ્ટાચારની ઊપજ છે અને અને કલમ ૨૫૩ હેઠળ એને સંસદની બહાલી મળી જ નથી.

કલમ ૨૫૩ હેઠળ બે સરકારો વચ્ચેના કોઈ પણ સોદાના અમલ માટે કોઈ પણ પ્રકારનો કાયદો બનાવવાની સંસદને સત્ત્।ા છે. ભારતીય હવાઈ દળની સાધનસામગ્રીને લગતી પ્રક્રિયાની કક્ષા સુધારવાના ભાગરૂપે રફાલે સોદો ફ્રાન્સ સાથે કરાયો છે.

શર્માની પિટિશનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન તથા ગોવાના વર્તમાન મુખ્ય પ્રધાન મનોહર પર્રિકર, બિઝનેસ ક્ષેત્રના મહારથી અનિલ અંબાણી અને ફ્રાન્સની શ સ્ત્રો બનાવતી કંપની ડેસોલ્ટ વિરુદ્ઘ એફઆઇઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) નોંધાવવાની અને તેમની વિરુદ્ઘ અદાલતી કામ ચલાવવાની માગણી કરાઈ છે. માર્ચ મહિનામાં કાઙ્ખન્ગ્રેસી નેતા તેહસીન એસ. પૂનાવાલાએ નોંધાવેલી આવી જ એક અરજીમાં રફાલે સોદામાં સ્વતંત્ર તપાસની તેમ જ વિમાનો ખરીદવા પાછળના ખર્ચની સંસદ સમક્ષ જાહેરાત કરવામાં આવે એવી માગણીઓ કરી હતી.(૨૧.૯)

(12:06 pm IST)