Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

૨ હજાર વર્ષથી ખીચડી રંધાતી હોવાના પુરાવા મળ્યાઃ પ્રથમ સદીના અવશેષો મળ્યા

સદીઓ પહેલા મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં લોકો ચોખા અને મગદાળ સાથે રાંધતા હર્તાી

મુંબઇ, તા.૬: ખીચડી સાદો પણ પૌષ્ટિક આહાર છે. તન-મનને માફક આવે એવા આ વ્યંજનનું ચલણ આજકાલનું નથી. ઓછામાં ઓછા બે હજાર વરસથી ખીચડી રંધાતી આવી છે. પહેલી સદીમાં મહારાષ્ટ્રના નાગરિકો ચોખા અને મુંગદાળ સાથે રાંધતા હતા. પુરાતત્વવાદીઓને બે હજાર વરસ જૂના ચોખા અને મુંગદાળનાં બળેલા અવશેષો મળી આવ્યા છે. જે સૂચવે છે કે પહેલી સદીમાં મહારાષ્ટ્રના નાગરિકોથી પણ ખીચડી પ્રિય વાનગી હતી. આસ્માનાબાદ જિલ્લાના તેર નામક આર્કિયોલોજીકલ સાઇડ પર મળેલા આ ખોરાકના અંશો સૂચવે છે કે એ સમયે પણ આ વાનગી વિપૂલ પ્રમાણમાં રંધાતી હતીે તત્કાલીન તેરે એ વેપારનું મોટું કેન્દ્ર હતું. ભારતના રોમ સાથેની પ્રાચીન વેપાર હિસ્સો હતો. એક સાથે મોટા જથ્થામાં મુંગદાળ અને ચોખા રંધાયા હોય અને પછી બળી ગયેલા હોય એવા બે મોટા વાસણો પુરાતત્વવાદીઓને મળ્યા છે.

(12:03 pm IST)