Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

સરદાર પટેલે દેશી રજવાડાઓને દેશમાં ભેળવ્યાઃ ત્યારે જ દરેક રજવાડા પૂરા થઇ ગયેલાઃ અજીત દોવલ

કાશ્મીરનું અલગ બંધારણ દેશની અખંડિતતા માટે ઇધ્છનીય નેથીઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહ કારે વિવાદ છેડયોઃ દેશના બંધારણને સન્માન આપનારા કાશ્મીરના સાર્વ ભૌમત્વને પણ સ્વીકારેઃ પીડીપી અજીત દોવલનું નિવેદન કાશ્મીરના લોકોને ગેરમાર્ગે દોરનારું અને અસંવેદનશીલઃ એનસી અજીત દોવલે વિવાદનો મધપૂડો છંડેડયોઃ દોવલ કેન્દ્ર સરકાર વતી બોલે છે તેવો આક્ષેપ

નવી દિલ્હી, તા.૬: નેશનલ સિકયુસીટી એડવાઇઝર અજીત દોવલે કાશ્મીરમાં અલગ બંધારણ અંગે કરેલા નિવેદને ભારે વિવાદ સજર્યો હતો. કાશ્મીરમાં ૩૫-એની કલમ દૂર કરવાના વિરોધી એવા કાશ્મીરના નેતાઓએ આ નિવેદનની ટીકા કરતાં જણાવ્યું હતું કે અજીત  દોવલ કેન્દ્રનું સમર્થન કરે છે.

સરદાર વલ્લભભાઇ પટેલ અંગેના પુસ્તકના લોન્ચિંગ કાર્યક્રમમાં અજીત દોવલે જણાવ્યું હતું કે સરદાર પટેલે રજવાડાઓને સંવિધાન હેઠળ આવ્યા હતા. કાશ્મીર મહારાજા હરીસિંહના શાસન હેઠળ હતું તે પણ આઝાદી બાદ ભારતના સંવિધાન હેઠળ આવેલું.

કાશ્મીરના એન.સી.ના નેતા મુસ્તફા કમાલે દોવલના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે સરકારે દોવલના નિવેદનની નોંધ લેવી જોઇએ નહી તો આ નિવેદન સરકાર વતી થયું છે તેમ માનવામાં આવશે. પીડીપીના નેતા રફી એહમદ મીરે જણાવ્યું હતું કે દોવલ જેવા જવાબદાર અધિકારી આવું બે જવાબદાર નિવેદન આપ્પું છે. આ દેશની પ્રજાને ગેરમાર્ગે દોરે છે.ઉલ્લેખનીય છે કે કાશ્મીર માંથી કલમ ૩૯૦ દૂર કરવા ભાજપ કુતનિશ્વયી છે અને તે અંગેની સુનાવણી સૂપ્રીમમાં ચાલી રહી છે.(૨૨.૩)

(12:01 pm IST)