Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

ઇમરાનનો કાન આમળતું અમેરિકાઃ આતંકને કચડી નાખો

ઇસ્લામાબાદ તા. ૬ : અમેરિકાના વિદેશ ખાતાના પ્રધાન માઈક પોમ્પિઓ ભારત આવતા પૂર્વ ગઇકાલે પાકિસ્તાનના નવા વડા પ્રધાન ઇમરાન ખાનને મળ્યા હતા તેમ જ તાણભર્યા સંબંધોને પુનઃ વ્યવસ્થિત અને સુચારુ કરવા માટેના રસ્તાઓ અંગે ચર્ચાવિચારણા કરી હતી. ઇસ્લામાબાદે આ વિસ્તારમાં સક્રિય આતંકવાદી સંગઠનોને ટેકો આપવા મુદ્દે તથા આ દેશને ૩૦ કરોડ ડોલરની લશ્કરી સહાય થંભાવી દેવા સબબ ચર્ચાવિચારણા કરી હતી. તેમણે પાકિસ્તાની ભૂમિ પરથી સક્રિય આતંકવાદી જૂથો પર લગામ તાણવાની ચેતવણી ઇમરાનને આપી હતી.અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઇએના માજી વડા માઈક વિદેશ પ્રધાન તરીકે સૌપ્રથમવાર પાકિસ્તાન ગયા હતા. તેમણે ઇમરાન ખાનને કહ્યું હતું કે વિદેશ પ્રધાન શાહ મેહમૂદ કુરૈશી સાથે બુધવારે યોજાયેલી મીટિંગથી હું ખુશ છું.

(12:00 pm IST)