Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

ટ્રમ્પ બાળક બુધ્ધિ ધરાવે છે! તેને મૂર્ખ ગણવામાં આવે છે

ટ્રમ્પ પાસે સંવેદનશીલ દસ્તાવેજો મુકવામાં આવતા નથી!

વોશિંગ્ટન તા. ૬ : અમેરિકાના સૌથી મોટાં સ્કેન્ડલ વોટરગેટનો ખુલાસો કરનારા પત્રકારે બોબ વુડવર્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસ કાર્યકાળ પર એક પુસ્તક લખ્યું, બોબ અગાઉ જયોર્જ બુશ અને બરાક ઓબાબા જેવા નેતાઓ પર પુસ્તક લખી ચૂકયા છે.

 

આ પત્રકારે ટ્રમ્પના વ્હાઇટ હાઉસ કાર્યકાળ પર એક પુસ્તક લખ્યું છે.ઙ્ગ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પુસ્તક ઓફિસરોના હવાલાથી લખવામાં આવ્યું છે, પુસ્તકમાં દાવો કરાયો કેઙ્ગ વ્હાઇટ હાઉસના અધિકારી ટ્રમ્પની સામે કોઇ મહત્વના અને સંવેદનશીલ દસ્તાવેજો રજૂ જ નથી કરતાં, કેટલાંક લોકો ટ્રમ્પને બેવકૂફ અને ખોટાં પણ કહે છે.

પુસ્તકમાં દાવો કરાયો કે અમેરિકાના ડિફેન્સ મિનિસ્ટર જેમ્સ મેટિસ પણ તેઓની સમજણને પાંચમા ધોરણના બાળક સાથે સરખાવી ચૂકયા છે. પુસ્તક લખનાર ધ વોશિંગ્ટન પોસ્ટના વરિષ્ઠ પત્રકાર બોબ વુડવર્ડે પુસ્તકનું નામ 'ફિયર : ટ્રમ્પ ઇન ધ વ્હાઇટ હાઉસ' આપ્યું છે. આ પુસ્તક ૧૧ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. કેટલાંક મીડિયા હાઉસે આ પુસ્તકના અમુક હિસ્સાઓને અત્યારથી જ રિલીઝ કરી દીધા છે. પુસ્તકમાં ટ્રમ્પના પ્રેસિડન્ટ પદે આવ્યા બાદ વ્હાઇટ હાઉસની બગડતી સ્થિતિ અંગે જણાવવામાં આવ્યું છે.

(12:00 pm IST)