Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવો વધ્યા

દિલ્હીમાં આજે શનિવારની સરખામણીઅ પેટ્રોલની કિંમતમાં લીટરે ૧૬ પૈસા અને ડીઝલમાં લીટરે ૩૪ પૈસા જેવો વધારો આજે  સતત છઠ્ઠા દિવસે ઝીંકવામાં આવેલ છે.

દિલ્હીમાં ૧ લીટર પેટ્રોલના ૭૦.૭૬ રૂ. અને ડીઝલના ૭૮.૮૪ પૈસા થયા છે.

મુંબઇમાં સોૈથી વધુ ૧ લીટર પેટ્રોલના ૮૬.રપ રૂ. અને ડીઝલના ૭૫.૧૨ રૂ. છે.

જે રીતે સતત ભાવ વધારો થઇ રહયો છે એ જોતા તેની સીધી અસર સામાન્ય લોકોના ખીસ્સા ઉપર પડી રહી છે. માલ ટ્રાન્સ્પોર્ટેશનના બધા વાહનો ડીઝલથી ચાલે છે.

મુંબઇમાં પેટ્રોલમાં પ્રતિ લીટર ૧૬ પૈસા અને ડીઝલમાં પ્રતિ લીટરે ૩૬ પૈસા વધ્યા છે.

સતત વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો રોકવા મોદી સરકાર તરફથી કોઇ પગલા હજુ લેવાયા નથી.(૧.૫)

 

(11:57 am IST)