Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

રૂપિયો કમજોર નથી : અમેરિકી ડોલર મજબૂત છે!

જેટલીને જ્ઞાન લાધ્યું

નવી દિલ્હી તા. ૬ : વધતી મોંઘવારી અને ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે, જેના પર નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, ડોલર દુનિયાના દરેક દેશોની મુદ્રા કરતાં મજબૂત છે, ના કે રૂપિયો કમજોર થયો છે. તો બીજી બાજું તેલની કિંમતો પર પણ તેમને વૈશ્વિક સ્તર પર વધી રહેલ કિંમતોને જવાબદાર ઠેરવી હતી. આમ તેમને આડકતરી રીતે કહ્યું દીધું હતું કે, રૂપિયો કમજોર નથી પરંતુ ડોલર મજબૂત છે.

 

પત્રકારો સાથેની વાતચીતમાં અરુણ જેટલીએ વધુમાં કહ્યું હતું કે આપણે મનમાં એ સહન કરવું પડશે કે ડોલર એ લગભગ તમામ ચલણમાં સૌથી મજબૂત થયો છે. ચાર-પાંચ વર્ષ પહેલાની જે સ્થિતિ હતી તેની સરખામણીમાં રૂપિયો કાંતો વધું સતત પણે મજબૂત થતો રહે છે કે પછી એક ચોક્કસ રેન્જમાં રહે છે. પણ નબળો થતો નથી. તે વખત કરતાં સારી સ્થિતિ છે.(૨૧.૧૦)

(11:57 am IST)