Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

બીએ, બીએસસી સાથે એક વર્ષનું રોજગાર પ્રશિક્ષણ : વિદ્યાર્થીઓને વધુ રોજગારી મળી રહે તે માટે યુએસી તૈયારી કરી રહ્યુ છે

નવી દિલ્હી : બીએ, બીએસસી કરનારા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ (યુજીસી) છાત્રોને અભ્યાસની સાથોસાથ પ્રશિક્ષણ આપવાની પણ તૈયારી શરૃ કરી દેવામાં આવી છે. જેના થકી બીજા વર્ષમાં વિદ્યાર્થી કોઈપણ ટ્રેડની પસંદગી કરી રોજગારની પ્રશિક્ષણ લઈ શકશે. જેનાથી સરળતાથી રોજગાર મળી શકે.

યુજીસીના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે બેઝીક એજ્યુકેશન ડીગ્રી અનેક સરકારી નોકરીઓને અગ્રતા પૂરી પાડે છે. પરંતુ ખાનગી નોકરીઓને રોજગાર પૂ રૃ પાડવા મદદરૃપ નથી. અખિલ ભારતીય ઉચ્ચ શિક્ષા સર્વેક્ષણના એક રીપોર્ટ મુજબ ગત વર્ષ સુધી ૩.૬ કરોડ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા હતા. જેમાં અડધો - અડધ વિદ્યાર્થીઓ બીએ, બીએસી અને બી.કોમ જેવી ગ્રેજ્યુએશન ડીગ્રીના નામવાળા હતા.

ઉચ્ચ શિક્ષણને રોજગાર સાથે સમાવેશ કરવા માટે બીવોક અને ડીવોક જેવા વોકેશનલ કોર્ષ શરૃ કરવામાં આવ્યા હતા. જો કે વિદ્યાર્થીઓએ ખાસ રૃચિ બતાવી ન હતી. બીવોકમાં માત્ર ૨૩,૮૯૧ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો તો ડિવોકમાં માત્ર ૧૧૩૮ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો.(૩૭.૫)

(11:54 am IST)