Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

દલિતને બદલે અનુસૂચિત જાતિ શબ્દ વાપરવા વિરુદ્ધ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે સુપ્રીમકોર્ટમાં પડકારશે

દલિત શબ્દનો ઉપયોગ નહીં કરવાના આદેશ પર ફેરવિચારણા કરવી જોઈએ

નવી દિલ્હી :કેન્દ્રીય સામાજિક ન્યાય પ્રધાન અને આરપીઆઈના અધ્યક્ષ રામદાસ અઠાવલેએ કહ્યું છે કે તેમની પાર્ટી રિપબ્લિક ઓફ ઈન્ડિયા બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠે સરકારને મીડિયા દ્વારા દલિત શબ્દના ઉપયોગ પર રોક લગાવવાની વાત જણાવી હતી.

 આ મામલે બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠની વાતને ટાંકીને માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ન્યૂઝચેનલોને એક એડવાઈઝરી જાહેર કરીને દલિત શબ્દનો ઉપયોગ કરવાથી બચવાનો આગ્રહ કર્યો છે. આ પહેલા અઠાવલેએ કહ્યું હતું કે દલિત શબ્દનો ઉપયોગ કરવામાં તેમને કોઈ વાંધો નથી. તેમણે કહ્યું છે કે દલિત શબ્દનો ઉપયોગ નહીં કરવાના આદેશ પર ફેરવિચારણા કરવી જોઈએ.

 અઠાવલેએ કહ્યું છે કે તેઓ સરકારના આદેશનું સમર્થન કરે છે. પરંતુ બોલચાલની ભાષામાં દલિત કહેવા મામલે કોઈને વાંધો હોવો જોઈએ નહીં. અઠાવલેએ કહ્યું છે કે સરકારી રેકોર્ડમાં તો શિડ્યૂલ્ડ કાસ્ટ કહેવામાં આવે છે. સરકારી કામકાજમાં દલિત શબ્દનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ બોલવામાં તો લોકો દલિત જ બોલે છે.

 અઠાવલેએ કહ્યું છે કે તેમણે દલિત સંગઠન બનાવ્યું હતું. સમાજમાં જે પણ ઈકોનોમિક સોશયલી બેકવર્ડ લોકો છે. તેમને દલિત કહેવા જોઈએ. માટે તેમને લાગે છે કે સરકારી રેકોર્ડમાં તો દલિત શબ્દોનો ઉપયોગ કરે નહીં. પરંતુ વાત કરવામાં લખવામાં દલિત શબ્દના ઉપયોગમાં કોઈ મુશ્કેલી નથી. જે વ્યાપક શબ્દ છે. તેમાં વાંધો હોવો જોઈએ નહીં. માત્ર શિડ્યુલ્ડ કાસ્ટ માટે દલિત કહેવું યોગ્ય નથી. જે ગરીબો, પછાત વર્ગના લોકો છે. તેમના માટે દલિત શબ્દનો ઉપયોગ કરવામાં આવે. આમા કોઈ વાંધો હોવો જોઈએ નહીં. સરકારે પણ વિચારવું જોઈએ.

(10:08 am IST)