Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

કોઈપણ કો-ઓપરેટીવ સોસાયટી સાથે બેન્કની માફક લેવડ-દેવડ કરવાથી નુક્શાનની ભીતિ : આરબીઆઇ

બીનસદસ્યો, નોમિનલ મેમ્બર્સ અને એસોસિએટ મેમ્બર્સ પાસે પૈસા જમા કરાવવાનો કારોબાર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની વિરુદ્ધ

નવી દિલ્હી :સામાન્ય લોકો બેંકમાં પૈસા રાખવા સૌથી સુરક્ષિત માને છે. પરંતુ કેટલાક એવા લોકો છે જે કો-ઓપરેટીવ સોસાયટીને બેંક ગણાવીને લોકો સાથે વ્યવહારો કરે છે. આવા લોકો અને સંસ્થાઓને લઈ ભારતીય રિઝર્વ બેંક પહેલા જ ચેતવી ચૂકી છે.

 આરબીઆઈએ જાહેર કરેલા પરિપત્ર મુજબ કેટલીક કો-ઓપરેટીવ સોસાયટી તેના નામ સાથે બેંક શબ્દનો ઉપયોગ કરી રહી છે જે કાયદાનું ઉલ્લંઘન છે. આ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949નું ઉલ્લંઘન છે. સામાન્ય વ્યક્તિઓને સલાહ આપવામાં આવી છે કે આવી કોઈપણ કો-ઓપરેટિવ સોસાયટી સાથે બેંકની જેમ લેવડ-દેવડ કરવાથી બચે. કેમકે તેમાં નુકસાન થઈ શકે છે.

 આરબીઆઈએ કહ્યું કે કેટલીક કો-ઓપરેટીવ સોસાયટી આ રીતે બીનસદસ્યો, નોમિનલ મેમ્બર્સ અને એસોસિએટ મેમ્બર્સ પાસે પૈસા જમા કરાવે છે. તેમની તરફથી કરાઈ રહેલા આ કારોબાર સમગ્ર રીતે બેંકિંગ રેગ્યુલેશન એક્ટની વિરુદ્ધ છે.

(10:08 am IST)