Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

મોબ લિંચિંગ મામલે સરકાર ચિંતિત, રાજનાથ સિંહે કરી મંત્રીઓ સાથે બેઠક

2019 ચૂંટણીમાં મોદી સરકાર માટે મોબ લિંચિંગનો મુદ્દો ક્યાંક માથાનો દુખાવો બને, તેનાથી સરકાર ચિંતિત છે. ઘટનાઓ પર લગામ કસવા માટે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યુ છે. તેને લઈ નવો કાયદો બનાવવાની સંભાવના પર કેન્દ્ર સરકાર તરફથી વિચારણા કરવામાં આવી રહી છે.

દેશભરમાં મોબ લિંચિંગની વધતી ઘટનાઓને રોકવા અને તેના પર કાયદો બનાવવાને લઈ ગૃહ મંત્રાલયમાં આજે ગ્રૃપ ઓફ મિનિસ્ટર્સ (GOM)ની એક બેઠક થઈ. ગ્રૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સહિત બીજા મંત્રી  અને કેન્દ્રીય ગ્રૃહ સચિવ શામેલ હતા

તમને જણાવી દઈએ કે જીઓએમની બેઠક પહેલા કેન્દ્ર સરકારના સીનિયર બ્યૂરોકેટ્સના એક પેનલે કેન્દ્રીય ગ્રૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતા વાળા મંત્રી સમૂહને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો.
 

સૂત્રો પ્રમાણે પેનલે સરકારને જણાવ્યુ છે કે મોબ લિંચિંગની વધતી ઘટનાઓ માટે વોટ્સએપ સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જવાબદાર છે. જેમાં બાળકો, મહિલાઓ અને અલ્પસંખ્યકોને નિશાન બનાવતા કરવામાં આવેલા દુર્ભાવનાપૂર્ણ કન્ટેન્ટ અને તેની સાથે જોડાયેલી ઘણી અફવાઓ ફેલાવવામાં આવે છે.

(12:00 am IST)