Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

૨૪ કલાકમાં ચર્ચા નહીં થાય તો હાર્દિક જળત્યાગ કરી દેશે

હાર્દિક પટેલ અને સરકાર બંનેનું જિદ્દી વલણઃ આમરણાંત ઉપવાસ ઉપર બેઠેલા હાર્દિકને મનાવવા માટે પ્રયાસો શરૂ થયા : સીકે પટેલ સામે રોષ બાદ નવી તૈયારી

અમદાવાદ, તા.૫: હાર્દિક પટેલના અનશન ૧૨માં દિવસે પણ આજે જારી રહ્યા હતા. પાટીદાર નેતા હાર્દિકની તબિયત એકબાજુ લથડી રહી છે ત્યારે ગુજરાત સરકાર અને હાર્દિક વચ્ચે જોરદાર મડાગાંઠની સ્થિતિ સર્જાયેલી છે. હાર્દિક પટેલ તરફથી હવે અલ્ટીમેટમ પણ આપી દેવામાં આવ્યું છે. હાર્દિક પટેલના સાથી મનોજ પનારાએ કહ્યું છે કે સરકાર ખૂબ જ ઉદાસીન દેખાઈ રહી છે. અમે વાતચીત માટે તૈયાર છીએ. ખુલ્લા મનથી વાતચીત માટે તૈયાર છીએ. હાર્દિકથી તરફથી હવે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે જો ૨૪ કલાકમાં વાતચીત નહીં કરે તો હાર્દિક પટલે જળ ત્યાગ કરશે. હાર્દિક પટેલ અને સરકાર વચ્ચે મડાગાંઠ દિન પ્રતિદિન જટીલ બની રહી છે. આ મડાગાંઠનો ઉકેલ લાવવાની જરૂર પણ દેખાઈ રહી છે પરંતુ હાર્દિક પટેલની તબિયત લથડી રહી છે. જુદી જુદી ચર્ચાઓ હવે જોવા મળી રહી છે. મળેલી માહિતી મુજબ આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિકને મનાવવા માટે મધ્યસ્થી બનેલી પાટીદાર સંસ્થાના આગેવાન સીકે પટેલ સામે ભારે વિરોધ થઈ ચુક્યો છે. હવે ખોડલધામના નરેશ પટેલને મધ્યસ્થી બનાવીને સરકાર સાથે વાતચીત કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. પાટીદાર તરફથી પણ હજુ સુધી હળવુ વલણ અપનાવવામાં આવી રહ્યું નથી. આવી સ્થિતિમાં મડાગાંઠ વધુ ગંભીર બની છે.

સરકાર સાથેની વાટાઘાટમાં સીકે પટેલને દુર રાખવા માટેની માંગ ઉઠી રહી છે. નરેશ પટેલને મધ્યસ્થી બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પાટીદાર આંદોલન સમિતિ અને સરકાર વચ્ચે મધ્યસ્થીની વાતચીત શરૂ થયા બાદ કોઈ સમસ્યાનો નિકાલ આવે તેમ દેખાઈ રહ્યું છે. હાલમાં સરકાર અને હાર્દિક પટેલ બંને પોતપોતાના વલણ ઉપર મક્કમ દેખાઈ રહ્યા છે.

(12:00 am IST)