Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

અમેરિકાના હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ માટે યોજાયેલી પ્રાઇમરી ચૂંટણીમાં ૩ નવા ઇન્ડિયન અમેરિકન ચહેરા ચૂંટાઇ આવ્યાઃ જેમાં સુશ્રી હિરલ, સુશ્રી અનિતા તથા શ્રી સંજય પટેલનો સમાવેશ થાય છેઃ જેઓ નવે માસમાં યોજાનારી આખરી ચૂંટણીમાં ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવારોનો સામનો કરશે

વોશીંગ્ટન:  અમેરિકન હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવમાં ચૂંટાઇ આવવા માટે યોજાઇ ગયેલી પ્રાઇમરી ચૂંટણીઓમાં ૩ નવા ઇન્ડિયન અમેરિકન ચહેરાઓ ચૂંટાઇ આવ્યા છે. જેમાં સુશ્રી હિરલ ટિપરતેની તથા સુશ્રી અનિતા મલિક એરિઝોના માંથી તથા શ્રી સંજય પટેલ ફલોરિડાના ૮માં કોંગ્રેશ્નલ ડીસ્ટ્રીકટમાં યોજાયેલ પ્રાઇમરી ચૂંટણીમાં ચૂંટાઇ આવ્યા છે. ત્રણે ભારતીયો રિપબ્લીકન છે. તથા નવેં. માસમાં યોજાનારી આખરી ચૂંટણીમાં તેઓ ડેમોક્રેટ ઉમેદવારોનો સામનો કરશે.(૧.૪૫)

(9:05 pm IST)