Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

GSTના અમલ બાદ મહારાષ્ટ્ર સરકારની આવકમાં 39%નો વધારો

નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થયા બાદ મહારાષ્ટ્ર સરકારની આવકમાં સકારાત્મક વધારો થયો છે. આ જાણકારી મહારાષ્ટ્રના નાણામંત્રી સુધિર મુંગતીવારે આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ (2018-19 )ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સરકારી આવક રૂ. 25,000 કરોડ થઇ છે જે અગાઉ કરતા 39.52 ટકા વધી છે. 2014માં ભાજપ સત્તામાં આવી ત્યારે મહારાષ્ટ્ર સરકાર રૂ. 8500 કરોડની આવકની ખાધનો સામનો કરી રહી હતી. મહારાષ્ટ્ર સરકારનું કુલ દેવું વર્ષ 2017-18માં રૂ. 4,13,044 કરોડ રહેવાની ધારણા છે, જે આ વર્ષે માર્ચમાં રાજ્ય વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવી હતી. મંત્રીએ રાજ્યમાં મજબૂત ગ્રાહક બજારને આવક વૃદ્ધિ માટેનું શ્રેય આપ્યું હતું.

 

(8:56 am IST)