Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

સુપ્રીમ કોર્ટ પહોંચ્યો રાફેલ ડીલ મામલો, સુનાવણી આવતા સપ્તાહે થશે

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે ભારત અને ફ્રાંસની વચ્ચે રાફેલ લડાકૂ વિમાન સૌદા પર રોકના અનુરોધ વાળી જનહિત અરજી પર આવતા સપ્તાહે સુનાવણી કરવા સહમત થઇ ગયા. મુખ્ય જજ દીપક મિશ્રા, જજ એ એમ ખાનવિલકર અને જજ ડી વાઇ ચંદ્રતૂડની પીઠે આ મામલે દલીલો પર ધ્યાન આપ્યું કે એમની અરજી તત્કાળ સુનાવણી માટે સૂચીબદ્ધ કરવામાં આવે. 

શર્માએ પોતાની અરજીમાં ફ્રાંસની સાથે લડાકૂ વિમાન સૌદામાં વિસંગતિયોનો આરોપ લગાવ્યો છ અને એની પર રોકની માંગ કરી છે. 

રાફેલ ડીલ મામલે મોદી સરકાર અને વિપક્ષની વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલે છે. સંસદમાં આ મુદ્દા પર વિવાદ પણ થયો. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ એની પર આવતા સપ્તાહે સુનાવણી કરવા માટે કહ્યું છે. જે અરજી દાખલ કરવામાં આવી છે એમાં ડીલના રદ કરવા, એફઆઇઆર દાખલ કરવા અને કાયદાકીય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. 

અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બંને દેશોની વચ્ચે થયેલી આ ડીલમાં ભ્રષ્ટાચાર થયો છે. આ રકમની એમની પાસેથી વસૂલાત કરવી જોઇએ. આ જીલ અનુચ્છેદ 253 હેઠળ સંસદના માધ્યમથી કરવામાં આવી નથી. 

(12:00 am IST)