Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

રાફેલથી ભારતને અભૂતપૂર્વ મારણ ક્ષમતા પ્રાપ્ત થશેઃ એરફોર્સ

રાફેલ ડીલને લઈ ચાલી રહેલા ધમાસાણ અને વિવાદો વચ્ચે ભારતીય વાયુસેનાએ તેન શાનદાર લડાકુ વિમાન ગણાવ્યુ છે. વાયુસેનાએ કહ્યુ કે રાફેલથી ભારતને અભૂતપૂર્વ મારક ક્ષમતા પ્રાપ્ત થશે. અમે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.

ભારતે 58,000 કરોડ રૂપિયામાં ફ્રાન્સ સાથે 36 રાફેલ લડાકૂ વિમાનોનો સોદો કર્યો છે. ડીલમાં વધેલી કિંમતોને લઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત પ્રધાનમંત્રી અને તેમની સરકાર પર સતત પ્રહારો કરી રહી છે

રાફેલ વિશે લોકો પાસે નથી જાણકારી 

સમગ્ર વિવાદ વચ્ચે મંગળવારે વાઈસ ચીફ ઓફ એર સ્ટાફ એર માર્શલ એસબી દેવે કહ્યુ કે ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલા કરારની ટીકા કરનારા લોકોએ નક્કી કરેલા ધોરણો તેમજ ખરીદ પ્રક્રિયાને જરૂર સમજવું જોઈએ.

એક કાર્યક્રમમાં તેમણે રાફેલ ડીલ મામલે ચાલી રહેલા વિવાદ પર તેઓએ કહ્યુ, ' એક શાનદાર લડાકુ વિમાન છે. ખુબ સક્ષમ છે અને અમે તેને ઉડાડવા માટે રાહ જોઈ રહ્યા છીએ.'

એર માર્શલ દેવે તેના પર ચાલી રહેલી રાજનીતિ પર કઈ પણ કહેવાથી મનાઈ ફરમાવી હતી. તેઓએ કહ્યુ, 'હું તમને એટલુ જણાવી શકુ છું કે રાફેલને લઈ જે પણ વાત ચાલી રહી છે અમને લાગે છે કે લોકોને તેના વિશે જાણકારી નથી.'

 

(8:56 am IST)