Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

ભારતમાં સજાતિય સંબંધો ગુનો નથી દરેકને સમાનતાથી જીવવાનો અધિકારઃ સુપ્રીમનો ઐતિહાસિક ચૂકાદો

ચીફ જસ્ટિસ મિશ્રાની બંધારણીય બેન્ચે કલમ ૩૭૭ને ફગાવી દીધીઃ સર્વોચ્ચ અદાલતે પોતાના જ ચુકાદાને ફેરવી નાખ્યો : કોર્ટે સમલૈંગિકતાને ગુનાની શ્રેણીમાંથી બહાર કર્યું: સમાજ વિચાર પરિવર્તન કરેઃ સમય બદલાઇ ગયો છે : બે પુખ્તવયથી વચ્ચે સંમતિથી બનેલા સંમલૈંગિક સંબંધને ગુનો માનતી કલમને ૩૭૭ને ખત્મ કરી દીધી છે

નવી દિલ્હી તા. ૬ : દેશમાં બે પુખ્તની વચ્ચે સમલૈંગિક સંબંધ હવે ગુનો નથી. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના નેતૃત્વવાળી સુપ્રીમકોર્ટની સંવૈધાનિક બેન્ચે બે પુખ્તની વચ્ચે સહમતિથી બનેલા સમલૈંગિત સંબંધને ગુનો માણતી કલમ ૩૭૭ને ખત્મ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે કલમ ૩૭૭ને મનસ્વી ગણાવતા વ્યકિતગત સમ્માન આપવાની વાત કહી.

સમલૈંગિકતાને ગુનો માનતી આઇપીસીની ધારા ૩૭૭ની માન્યતા પર સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવી દીધો છે. કોર્ટે સમલૈંગિકતાને ગુનાની શ્રેણીમાંથી બહાર કરી દીધી છે. ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે, દેશમાં દરેકને સમાનતાનો અધિકાર છે. સમાજના વિચારમાં પરિવર્તનની જરૂરીયાત છે. તેમનો નિર્ણય સંભળાવીને ચીફ જસ્ટીસે કહ્યું કે, કોઇપણ વ્યકિત તેના વ્યકિતત્વથી બચી શકે નહિ. સમાજમાં દરેકને જીવવાનો અધિકાર છે.

કોર્ટે કહ્યું કે, જુના વિચારને બદલવાની જરૂરીયાત છે. કોર્ટનો નિર્ણય આવતાની સાથે જ એલજીબીટી સમુદાયમાં ખુશીની લહેર જોવા મળી છે. ચેન્નાઇ, મુંબઇ અને દેશના ખુણા - ખુણાથી એલજીબીટી સમુદાયના લોકોમાં ખુશ થઇને રોવા લાગ્યા. બીજીબાજુ કેટલાક સ્થળ પર લોકો તેની ભાવનાઓને કાબુમાં રાખી શકયા નહિ.

સુપ્રીમ કોર્ટે આમ ડિસેમ્બર ૨૦૧૩માં સંભળાવેલ પોતાના જ ચુકાદાને પલટી દીધો છે. સીજેઆઇ દીપક મિશ્રાની સાથે જસ્ટિસ આરએફ નરીમન, જસ્ટિસ, એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાઇ ચંદ્રચુડ અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાની સંવૈધાનિક બેન્ચે ૧૦ જુલાઇના રોજ કેસની સુનવણી શરૂ કરી હતી અને ૧૭ જુલાઇના રોજ નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.

સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે જો કોઇ કાયદો મૌલિક અધિકારોની વિરૂદ્ઘ છે તો અમે એ વાતની રાહ જોઇ શકતા નથી કે બહુમતીની સરકાર તેને રદ્દ કરે.ઙ્ગચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વવાળી સંવૈધાનિક બેન્ચે કહ્યું હતું કે તેઓ સ્પષ્ટતા કરવા માંગે છે કે તેઓ કલમ-૩૭૭ને સંપૂર્ણપણે રદ કરવા જઇ રહ્યા નથી, પરંતુ તેઓ કલમ-૩૭૭ની એ જોગવાઇને જોઇ રહ્યાં છે જેની અંતર્ગત જોગવાઇ છે કે બે પુખતઙ્ગજો સમલૈંગિક સંબંધ બનાવે છે તો તે ગુનો છે કે નહીં

સમલૈંગિકતાને ગુનામાંથી બહાર રાખવાના પક્ષમાં દલીલ અરજીકર્તાના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે એલજીબીટીકયુ (લેસ્બિયન, ગે, બાય સેકશુઅલ્સ, ટ્રાન્ઝઝેન્ડર્સ, કવીર)ના મૌલિક અધિકાર પ્રોટેકટેડ જોવું જોઇએ. જીવન અને સ્વચ્છંદતાનો અધિકાર લઇ શકે નહીં. LGBT સમુદાયને હાલની કલમ-૩૭૭ના લીધે સામાજિક પ્રતાડનાનો સામનો કરવો

પડી રહ્યો છે. તેમનું સેકશુઅલ રૂઝાન અલગ છે અને આ પ્રશ્ન કોઇની વ્યકિગગત ઇચ્છાનો નહીં પરંતુ રૂઝાનનો છે જે જન્મતાની સાથે જ થયો છે.– અનુચ્છેદ-૨૧ની અંતર્ગત મૌલિક અધિકારને સુપ્રીમ કોર્ટ સંરક્ષિત કરે. ૨૦૧૩ના નિર્ણયના લીધે સમાજનો એક વર્ગ પ્રભાવિત થાય છે અને સમાજ પર તેની વ્યાપક અસર પડે છે. સમાજને અમે દોષિત માની રહ્યા નથી પરંતુ સમાજના સિદ્ઘાંતને સંવૈધાનિક નૈતિકતાની કસોટી પર પરખવા પડશે.

સેકશુઅલ નૈતિકતાને ખોટી રીતે પરિભાષિત કરાય છે. જેંડરને સેકશુઅલ ઓરિએન્ટેશનની સાથે મિકસ કરી શકાય નહીં. એલજીબીટી સમુદાયના લોકો સમાજના બીજા તબક્કાની જેમ જ છે. માત્ર તેમનો સેકશુઅલ રૂઝાન અલગ છે.

આ બધું જન્મની સાથે જોડાયેલ છે. આ મામલો જીનથી સંબંધિત છે અને આ બધું કુદરતી છે, જેને આવું રૂઝાન આપ્યું છે. તેની લિંગ સાથે કોઇ લેવડ-દેવડ નથી. સુપ્રીમ કોર્ટને માત્ર સેકશુઅલ ઓરિએંટશનની ડીલ કરવી જોઇએ જે જન્મતાની સાથે હોય છે. સેકશુએલ ઓરિએન્ટેશન બેડરૂમથી સંબંધિત છે.

સમલૈંગિકતાને ગુનો જ રહેવા દેવાની દલીલ આપનારનો તર્કસુરેશ કુમાર કૌશલ (જેમની અરજી પર સુપ્રીમ કોર્ટે કલમ-૩૭૭ની વેલિડિટીને કાયદેસરને પુનૅંસ્થાપિત કરી હતી) એ કેસમાં કહ્યું કે જો કલમ-૩૭૭ની અંતર્ગત બે પુખ્તની વચ્ચે સમલૈંગિક સંબંધને ગુનાના દાયરામાંથી બહાર કરી દેવાશે, તો તેનાથી દેશની સુરક્ષાને ખતરો ઉભો થશે. આર્મ્ડ ફોર્સ જે પરિવારથી દૂર રહે છે તે અન્ય જવાનોની સાથે સેકશુઅલ એકિટવિટીમાં સામેલ થઇ શકે છે. તેનાથી ભારતમાં પુરુષ વેશ્યાવૃતિને પ્રોત્સાહન મળશે.

કેન્દ્ર સરકારનું કોઇ સ્ટેન્ડ નથીસમલૈંગિકતાના કેસની સુનવણી દરમ્યાન કેન્દ્ર સરકારે કહ્યું છે કે તેઓ સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક બેન્ચના વિવેક પર એ વાતને છોડે છે કે તેઓ જાતે નક્કી કરે કે કલમ-૩૭૭ની અંતર્ગત બે પુખ્તની વચ્ચે સહમતિથી સમલૈંગિક સંબંધ ગુનાના દાયરામાં રાખવામાં આવે કે નહીં.

શું રહ્યો હતો હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય૧૧ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ સુપ્રીમ કોર્ટે હોમો સેકશુઆલિટી કેસમાં આપવામાં આવેલ પોતાનૈ ઐતિહાસિક જજમેન્ટમાં સમલૈંગિકતાના મામલામાં આજીવનકેદની સજાની જોગવાઇવાળા કાયદાને પુનઃસ્થાપિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટના એ નિર્ણયને રદ્દ કરી દેવાયો હતો જેમાં બે પુખ્ત દ્વારા પરસ્પરમાં સહમતિથી સમલૈંગિક સંબંધ બનાવી રાખવાના ગુનાની શ્રેણીથી બહાર કરાયા હતા. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રિવ્યુ પિટિશન રદ્દ થઇ અને પછી કયુરેટિવ પિટિશન દાખલ કરાઇ જેને સંવૈધાનિક બેન્ચ રેફર કરી દેવાયો. સાથો સાથ નવી અરજી પણ લાગી જેના પર સંવૈધાનિક બેન્ચે સુનવણી કરી છે.

કલમ ૩૭૭નો ચુકાદો આવતા જ કોર્ટમાં એકબીજાને ભેટી રડવા લાગ્યા

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે આઇપીસીની કલમ ૩૭૭ની સંવૈધાનિક વેલિડિટીને પડકારનાર અરજીઓ પર પોતાનો ઐતિહાસિક ચુકાદો વાંચવાનું શરૂ કરી દીધું છે. સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિકતા પર જજ અલગ-અલગ ચુકાદો સંભળાવી રહ્યાં છે જો કે બધાનો નિર્ણય એકમત છે. ચીફ જસ્ટિસે નિર્ણય વાંચતા વિલિયમ શેકસપિયરને પણ કવોટ કર્યા છે. કોર્ટમાં નિર્ણય સંભળાવતા સમયે ત્યાં હાજર તમામ લોકો ભાવુક થઇ ગયા અને કેટલાંક તો રડવા પણ લાગ્યા હતા.

સૌથી પહેલાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ ખાનવિલકરે લખેલ નિર્ણય વાંચવામાં આવ્યો. સીજેઆઇએ કહ્યું કે વ્યકિતગત પસંદને મંજૂરી આપવી જોઇએ નહીં. તેમણે કહ્યું કે બધાને સમાન અધિકાર સુનિશ્ચિત કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે સમાજને પૂર્વાગ્રહોથી મુકત કરવો જોઇએ. સીજેઆઇ એ કહયું કે દરેક વાદળમાં ઇન્દ્રધનુષ શોધવું જોઇએ. આપને જણાવી દઇએ કે ઇન્દ્રધનુષી ઝંડો એલજીબીટી ગ્રૂપનું પ્રતિક છે. સુપ્રીમ કોર્ટે આઇપીસીની કલમ ૩૭૭ને મનમાના ગણાવી છે.

જજોએ કહ્યું કે સંવૈધાનિક લોકતાંત્રિક વ્યવસ્થામાં પિરવર્તન જરૂરી છે. જીવનનો અધિકાર માનવીય અધિકાર છે. આ અધિકાર વગર બાકીના અધિકાર ઔચિત્યહીન છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સેકશુઅલ ઓરિએન્ટેશન બાયોલોજિકલ છે. તેના પર પ્રતિબંધ સંવૈધાનિક અધિકારોનું હનન છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમારી વિવિધાતને સ્વીકૃતિ આપવી પડશે. વ્યકિતગત ચોઇસનું સમ્માન આપવું પડશે. એલજીબીટીને પણ સમાન અધિકાર છે. રાઇટ ટુ લાઇફ તેમનો અધિકાર છે અને એ સુનિશ્યિત કરવું કોર્ટનું કામ છે. કોર્ટે કહ્યું કે સહમતિથી પુખ્તના સમલૈંગિક સંબંધ હાનિકારક નથી. આઇપીસીની કલમ ૩૭૭ સંવિધાનના અનુચ્છેદ ૧૪ની અંતર્ગત હાલના રૂપમાં યોગ્ય નથી.

(3:53 pm IST)