Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

કોંગ્રેસ રાહુલની સાથે, આશા છે કે 2019ની ચૂંટણી બાદ તેઓ વડાપ્રધાન બનશે: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહેનું નિવેદન

નવી દિલ્હી: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે મંગળવારે કહ્યું કે સમગ્ર કોંગ્રેસ દરેક મોરચે રાહુલ ગાંધી સાથે છે. તેમણે આશા વ્યક્ત કરી કે 2019ની લોકસભા ચૂંટણી બાદ તેઓ દેશના વડાપ્રધાન બનશે. નોંધનીય છે કે અમરિન્દર સિંહનું આ નિવેદન એવા સમયમાં આવ્યું જ્યારે તેમણે થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે 1984ના સિખ વિરોધી રમખાણો દરમિયાન રાહુલ ગાંધી શાળામાં ભણતા હતાં અને તેમને તેની સાથે કોઈ લેવાદેવા નહતાં. સિંહે એકવાર ફરીથી દાવો કર્યો કે કોંગ્રેસનો 1984ના રમખાણોમાં કોઈ હાથ નથી.

તેમણે કહ્યું કે "1984માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ થયેલી હિંસામાં કોંગ્રેસ સામેલ નહતી. કોંગ્રેસના કેટલાક લોકો વ્યક્તિગત સ્તર પર હિંસામાં સામેલ થયા હતાં. હું તેમના નામ જણાવી શકું છું. અર્જુન દાસ, ધર્મદાસ શાસ્ત્રી, એચ કે એલ ભગત. તેનો અર્થ એ નથી કે સમગ્ર કોંગ્રેસ તેમાં સામેલ છે.

(12:00 am IST)