Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

રાજસ્થાન હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

વસુંધરા સરકારને હાઈકોર્ટે આપ્યો મોટો ઝાટકો, સરકારી ખર્ચે ન કરી શકાય ગૌરવ યાત્રા

જયપુર : ગૌરવ યાત્રા પર નીકળેલા રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજેને હાઈકોર્ટમાંથી આકરો ઝાટકો લાગ્યો છે. રાજસ્થાન હાઈકોર્ટે કહ્યું છે કે ગૌરવ યાત્રા ઉપર સરકારી ખર્ચ કરવામાં આવે નહીં. ગૌરવ યાત્રા દરમિયાન ચાલનારા વાહનોમાં મુખ્યપ્રધાન વસુંધરા રાજેને બાદ  કરતા પ્રધાનો-અધિકારીઓ પર સરકારી ખર્ચ કરવામાં આવે નહીં.

મહત્વપૂર્ણ છે કે પહેલા કોંગ્રેસ દ્વારા રાજસ્થાન હાઈકોર્ટમાં સરકારી ખજાનાનો ઉપયોગ કરીને વસુંધરા રાજેની ગૌરવ યાત્રા કાઢવામાં આવી છે.. અને કલેક્ટર તથા એસપીની મદદથી લોકોને બોલાવવામાં આવે છે. સિવાય યોજનાઓના લાભાર્થીઓને બોલાવીને તેમને ભાજપને વોટ આપવા માટે સમજાવવામાં આવે છે. મામલે રાજસ્થાન હાઈકોર્ટે ભાજપ અને રાજસ્થાન સરકારને નોટિસ જાહેર કરી હતી. તેના જવાબમાં રાજસ્થાનની વસુંધરા રાજેની સરકારે કહ્યું હતું કે ભાજપ અને રાજ્ય સરકારની મિશ્રિત યાત્રા છે.

(12:00 am IST)