Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

ઓક્ટોબર-નવેમ્બરમાં કાશ્મીરમાં પંચાયતની ચૂંટણીઓ

નેશનલ કોન્ફરન્સની ચીમકી, મોદી ખુલાસો કરે નહીં તો ચૂંટણીનો બહિષ્કાર : અનુચ્છેદ-35એ પર કેન્દ્ર સરકાર વલણ કરે સ્પષ્ટઃ ફારુક

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીનો નેશનલ કોન્ફરન્સ બહિષ્કાર કરવાની છે. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લાએ કહ્યુ છે કે કેન્દ્ર સરકાર બંધારણના અનુચ્છેદ-35 પર પોતાનું વલણ સ્પષ્ટ કરે.

તેમણે કહ્યુ છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર આના પર પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે અને રાજ્યમાં શાંતિની કોશિશોને આગળ નહીં વધારે તો નેશનલ કોન્ફરન્સ ચૂંટણીઓમાં સામેલ થશે નહીં. મહત્વપૂર્ણ છે કે અનુચ્છેદ-35એના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. અનુચ્છેદ-35 દ્વારા જમ્મુ-કાશ્મીરની વિધાનસભાને રાજ્યના નાગરિકની વ્યાખ્યા કરવાનો અધિકાર મળેલો છે.

ફારુક અબ્દુલ્લાના પુત્ર અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ પણ ટ્વિટ કરીને કહ્યુ છે કે હવે મામલો કેન્દ્ર સરકાર પર નિર્ભરતા ધરાવે છે કે તેઓ ક્યારે અનુચ્છેદ-35 પર પોતાનું વલણ સ્પષ્ટ કરે છે. પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓનો ઉપયોગ અનુચ્છેદ-35 પરની સુનાવણી ટાળવા માટે કરી શકાય નહીં.

(12:00 am IST)