Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

તૃણમૂલના સાંસદે કરેલી ફરીયાદ બાદ ચૂંટણી પંચે આપ્યો આદેશ

ચૂંટણી યોજાય છે તે રાજ્યોમાં વેકસીન સર્ટીફીકેટ ઉપરથી પીએમ મોદીની તસ્વીર હટાવોઃ ચૂંટણી પંચનો કેન્દ્રને આદેશ

નવી દિલ્હી, તા. ૬ :. પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખોના એલાન બાદ ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારને લઈને લાલ આંખ કરી છે. ચૂંટણી પંચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને જણાવ્યુ છે કે જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યાં કોરોના વેકસીનના સર્ટીફીકેટ પરથી પીએમ મોદીની તસ્વીર હટાવી લ્યો.

કેરળ, પોંડીચેરી, તામીલનાડુ, પ.બંગાળ અને આસામમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે. ૨૭ માર્ચથી ૨૯ એપ્રિલ વચ્ચે આ રાજ્યોમાં ચૂંટણી થવાની છે.

અત્રે એ નોંધનીય છે કે કોરોના વેકસીન અપાયા બાદ લાભાર્થીઓને કોરોના વેકસીનનુ એક સર્ટીફીકેટ અપાય છે. આ સર્ટીફીકેટ પર પીએમ મોદીની તસ્વીરને લઈને ચૂંટણી પંચે સ્વાસ્થ્ય મંત્રાલયને આદેશ આપ્યો છે કે તે વિધાનસભાની ચૂંટણીના આરે ઉભેલા રાજ્યોમાંથી આવી તસ્વીરો દૂર કરી દયે.

ચૂંટણી પંચનો આ આદેશ તૃણમૂલના સાંસદ ડેરેક ઓબ્રાયનની ફરીયાદ બાદ આવ્યો છે. તેમણે ચૂંટણી પંચ સમક્ષ પીએમ મોદીની તસ્વીર, નામ અને સંદેશને લઈને વાંધો નોંધાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે ચૂંટણીની તારીખોના એલાન બાદ પીએમ મોદી આ પ્રકારે સરકારી પ્લેટફોર્મ કોવીનએપ થકી ક્રેડીટ લેવા અને પોતાના નામથી પ્રચાર કરવા પર મનાઈ ફરમાવવી જોઈએ.

કોરોના વેકસીન સર્ટીફીકેટ પર પીએમ મોદીની તસ્વીરને લઈને કોંગી નેતા કપીલ સિબ્બલે કહ્યુ છે કે સર્ટીફીકેટ પર કોઈ ડોકટર કે સ્વાસ્થ્ય કર્મચારીની તસ્વીર હોવી જોઈએ કારણ કે જ્યારે રસી નહોતી ત્યારે આ લોકો લોકોની મદદ માટે ઉભા હતા.

(11:39 am IST)
  • દેશમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 11:30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 18, 684 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,12,10,580 થઇ :એક્ટિવ કેસ 1,81,664 થયા વધુ 14,338 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,66,536 થયા :વધુ 98 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,791 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 10,187 નવા કેસ નોંધાયા access_time 12:20 am IST

  • રાજકોટ કલેકટર રેમ્યા મોહને કોરોના વેક્સીનનો આજે બીજો ડોઝ લીધો access_time 4:16 pm IST

  • સુરતમાં પ્રતિબંધિત સંગઠન સીમીના કેસમાં તમામ ૧૨૭ આરોપીઓ નિર્દોષ જાહેર : ૧૨૭માંથી ૫ આરોપીઓના મોત થઈ ચૂકયા છે : તમામ સામે અનલો-એકટીવીટી હેઠળ કેસ ચાલુ હતો : ૨૧ વર્ષ જૂના કેસમાં કોર્ટ દ્વારા આજે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે : તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે : ૨૦૦૧માં અઠવા પોલીસે કેસ નોંધ્યો હતો access_time 1:13 pm IST