Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

રિલાયન્સ જિયો કદાચ લાવે 'જિયોબુક' લેપટોપ

જે અન્ય બ્રાન્ડના લેપટોપ કરતા સસ્તી કિંમતવાળા હશે, 'જિયોબુક' ૪જી એલટીઈ સપોર્ટવાળા હશે

મુંબઈ, તા. ૬ :. ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર રિલાયન્સ જિયો 'જિયોફોન' દ્વારા દેશમાં પ્રમાણમાં સસ્તા સ્માર્ટફોન લોન્ચ કરીને નંબર ૧ બની ગઈ છે અને હવે તે લેપટોપ માર્કેટમાં પણ ઝંપલાવે એવી શકયતા છે. રિલાયન્સ જિયો 'જિયોબુક' નામના લેપટોપ લોન્ચ કરે એવો એક અહેવાલ છે, જે અન્ય બ્રાન્ડના લેપટોપ કરતા સસ્તી કિંમતવાળા હશે. 'જિયોબુક' ૪જી એલટીઈ સપોર્ટવાળા હશે. કહેવાય છે કે તે ચાઈનીઝ ઉત્પાદક બ્લુબેન્ક કોમ્યુનિકેશન સાથે ભાગીદારી કરીને આ લેપટોપ બનાવશે. તેના લેપટોપ ૧,૩૬૬ બાય ૭૬૮ પિંકસેલ્સ ડિસ્પ્લેવાળા હશે અને કવાલકોમ પાવર્ડ હશે. તે ૨-જીબી રેમ અને ૪-જીબી રેમ એમ બે વેરિઅન્ટમાં મળશે. તે ઉપરાંત એમા મિનિ એચડીએમઆઈ કનેકટર, ડયુઅલબેન્ડ વાઈફાઈ અને બ્લૂ ટુથ જેવા ફીચર્સ પણ હશે. જિયોબુક લેપટોપ જિયોની પોતાની ઓપરેટીંગ સિસ્ટમ જીઓઓએસ સંચાલિત હશે. જિયોબુકમાં જિયોસ્ટોર, જિયોમીટ, જિયોપેજીસ જેવા જિયો એપ્સ પ્રી-ઈન્સ્ટોલ કરાશે.

(11:36 am IST)