Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

હવે આરીટીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ : ઘરબેઠા મળશે ડ્રાઈવિંગ લાયસન્સ : રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ ઓનલાઇન

આધાર ઓથેન્ટિકેશનની મદદથી લાઇસન્સ રિન્યૂ કરી શકાશે : ડુપ્લીકેટ આરસીસહિતની સેવા ઓનલાઇન મળશે

 

અમદાવાદ : માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે એક સર્કુલર જાહેર કર્યુ છે જેમાં કહેવામાં આવ્યુ છે કે ડ્રાઇવિંગ લાઇસન્સ અને  રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ બનાવવાનું કામ હવે પુરી રીતે ઓનલાઇન કરવામાં આવી શકે છે, જેનો અર્થ છે કે હવેથી માત્ર આધાર ઓથેન્ટિકેશનની મદદથી કોઇ પણ પોતાનું લાઇસન્સ રિન્યૂ કરી શકે છે. સાથે જ ડુપ્લીકેટ આરસી અને આ રીતની બીજી સેવાઓ પણ ઓનલાઇન મળી શકશે

આ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવી અને નાગરિકો માટે સેવાઓને આસાન બનાવવાનું છે. સરકારનો અર્થ છે કે કોરોનાના સમયમાં સેવા કોન્ટેક્ટલેસ થાય. મંત્રાલયે લગભગ 18 કોન્ટેક્ટલેસ સેવાઓની રજૂઆત કરી છે. પોતાના સર્કુલરમાં મંત્રાલયે કહ્યુ છે કે તેને ઇલેકટ્રોનિક્સ અને સૂચના પ્રોધોગિકી મંત્રાલય પાસેથી પરવાનગી લઇ લીધી છે, જેમાં ગવર્નન્સમાં ડિઝિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી શકે. જે લોકો ઓનલાઇન સેવાઓનો ઉપયોગ કરવા માંગે છે, તેમણે આધાર ઓથેન્ટિકેશનથી પસાર થવુ પડશે.

મંત્રાલયે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાણકારીની જાહેરાત કરતા કહ્યુ, “આ નાગરિકો પર બોઝને ઓછો કરશે, જેનાથી તેમણે આસાનીથી, કોન્ટેક્ટલેસ રીતે આ સેવાઓનો લાભ ઉઠાવવામાં મદદ મળશે, જેનાથી RTO કાર્યાલયમાં ભીડ પણ ઓછી થશે, જે આગળ આરટીઓ કચેરીઓની કાર્યક્ષમતામાં વધારો કરશે. આ ઓનલાઇન સેવાઓ 3 માર્ચ, 2021થી લાગુ થઇ ગઇ છે.

 

તમામ 18 સેવાઓ આ રીતે છે

– લર્નર્સ લાઇસન્સ
– ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવવુ
– ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ
– ડ્રાઇવિંગ લાઇસન્સમાં એડ્રેસ બદલાવવુ અને રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ બનાવવુ
– આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ
– વ્હીકલની ક્લાસ છોડવી
– મોટર વાહનના અસ્થાયી રજિસ્ટ્રેશન માટે અરજી
– પુરી રીતે બિલ્ટ બોડી સાથે મોટર વાહન રજિસ્ટ્રેશન માટે અરજી
– રજિસ્ટ્રેશનનું ડુપ્લિકેટ સર્ટિફિકેટ જાહેર કરવા માટે અરજી
– રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માટે એનઓસીની ગ્રાંટ માટે અરજી
– મોટર વાહનના માલિકીના હકની ટ્રાન્સફરની સૂચના
– મોટર વાહનના માલિકાના હકના ટ્રાન્સફર માટે અરજી
– રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં એડ્રેસ બદલવાની સૂચના
– માન્યતા પ્રાપ્ત ડ્રાઇવર ટ્રેનિંગ સેન્ટરથી ડ્રાઇવર ટ્રેનિંગ માટે રજિસ્ટ્રેશન માટે અરજી
– રાજકીય અધિકારીના મોટર વાહનના રજિસ્ટ્રેશન માટે અરજી

(12:00 am IST)
  • બિહારના લઠ્ઠાકાંડમાં કોર્ટે નવ ગુનેગારોને ફાંસીની સજા ફટકારીઃ ચાર મહિલાઓને આજીવન કારાવાસ: બિહારના ગોપાલગંજમાં ૨૦૧૬માં લઠ્ઠાકાંડ સર્જાયો હતો: ઝેરી દારુ પીવાથી ૧૯ લોકોનાં મોત અને દારૂની આડઅસરથી છ લોકોની આંખોની રોશની કાયમ માટે ચાલી ગઈ હતી .. access_time 12:59 am IST

  • દેશમાં કોરોનાએ ફરી ફૂફાડો માર્યો : છેલ્લા ૧૦ દિવસમાં ૧૧ રાજ્યના ૩૪ જિલ્લામાં કોરોનાના કેસ નોંધાવાની ઝડપ બમણી : મહારાષ્ટ્રના ૬, પંજાબના પાંચ, ગુજરાતના ૪ અને મધ્યપ્રદેશના ૩ જિલ્લામાં સ્થિતિ વણસી:કેરળ અને મહારાષ્ટ્ર બાદ હવે પંજાબમાં પણ રોજના ૧૦૦૦થી વધુ કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે access_time 12:50 am IST

  • ઇંધણના ભાવમાં આગ એંધાણ : ઓપેક દેશોએ ક્રૂડ ઉત્પાદનનો કાપ લંબાવ્યો: આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડની કિંમત વધવા છતાં ઓઇલ ઉત્પાદક ઓપેક દેશોએ ગ્લોબલ ઇકોનોમિક રિકવરી સ્થિર ન બને ત્યાં સુધી વધુ એક મહિનો ઉત્પાદનમાં કાપ લંબાવ્યો access_time 12:48 am IST