Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

કઈ રીતે થઈ ઓમિક્રોન વેરિએન્ટની ઉત્પત્તિ....?

અમેરિકી વૈજ્ઞાનિકોનું રિસર્ચ સામે આવ્યું : જ્યારે કોરોના સંક્રમિત વ્યક્તિ જાનવરોના સંપર્કમાં આવે છે ત્યારે નવા પ્રકારના વેરિએન્ટનો જન્મ થાય છે

નવી દિલ્હી, તા.૫ : કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોને વિશ્વભરમાં કહેર મચાવવાનું શરૂ કરી દીધું છે. ભારતમાં તેની એન્ટ્રી થઈ ગઈ છે. આ વચ્ચે અમેરિકાની એક સંસ્થાનું રિસર્ચ સામે આવ્યું છે. જેમાં તે ખુલાસો થયો છે કે જ્યારે કોરોના સંક્રમિત વ્યક્તિ જાનવરોના સંપર્કમાં આવે છે અને સંક્રમિત જાનવર કોઈ સ્વસ્થ વ્યક્તિના સંપર્કમાં આવે છે તો નવા પ્રકારના વેરિએન્ટનો જન્મ થાય છે. તેને રિવર્સ જૂનોસિસ કહે છે. એટલે કે સાર્સ-કોવ-૨ જેવો પ્રકાર ઉત્પન્ન થઈ શકે છે. મહત્વનું છે કે ઓમિક્રોન સાર્સ-કોવ-૨ પ્રકારનો વેરિએન્ટ છે.

અમેરિકાની કોલેજ ઓફ વેટરનરી મેડિસિન એન્ડ બાયોમેડિકલ સાયન્સમાં રિસર્ચ ટીમે બિલાડી, કુતરાઓ, ફેરેટ્સ અને બેમ્સ્ટર્સમાં સંક્રમણ બાદ કોરોના વાયરસમાં થનાર ઉત્પરિવર્તનના પ્રકારોનું વિશ્લેષણ કર્યું છે. આ રિસર્ચમાં હાલમાં નેશનલ એકેડમી ઓફ સાયન્સની સત્તાવાર પ્રત્રિકા પીએનએએસમાં પ્રકાશિત થઈ છે. તેમાં વિભિન્ન પ્રકારના જાનવરો જેવા જંગલી, ચકલીઘર, અને ઘરેલૂ જાનવરોમાં રિસર્ચ કરવામાં આવ્યું. રિસર્ચ પ્રમાણે જો કોઈ જાનવર કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવે છે તો નવા પ્રકારના કોરોના વાયરસ વેરિએન્ટનો જન્મ થઈ શકે છે. આ રિસર્ચથી તે વાતને બળ મળ્યું છે કે ક્યાંક ઓમિક્રોન વેરિએન્ટનો જન્મ પણ આ પ્રક્રિયાનો ભાગ તો નથીને?

અમેરિકામાં માઇક્રોબાયોલોજી, ઇમ્યુનોલોજી અને પેથોલોજી વિભાગમાં ડોક્ટરેટની વિદ્યાર્થિની લારા બશોર પ્રમાણે, સામાન્ય રીતે ઘણા પ્રકારના વાયરસ જાનવરોની અન્ય પ્રજાતિઓને સંક્રમિત ન કરી શકે, તે ખુબ વિશિષ્ટ થઈ ગયા છે. પરંતુ કોરોના ફેમેલીનો સાર્સ-કોવ-૨ તેનાથી અલગ છે.  તો પેન્સિલવેનિયા વિશ્વવિદ્યાલયમાં વન્યજીવ રોગ ઇકોલોજીના સહાયક પ્રોફેસર એરિક ગન્ગે કહે છે, મનુષ્યોની આસ-પાસ રહેતા જાનવરો માટે વાયરસ વધુ જોખમવાળો છે, તેથી તેણે કોવિડ-૧૯ ફેમિલીના વિભિન્ન વેરિએન્ટનો ઉત્પન્ન કરવાનો અવસર આપ્યો છે.

હકીકતમાં દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોનાના ખતરનાક વેરિએન્ટ ઓમિક્રોન પર થોડા દિવસ પહેલા વૈજ્ઞાનિકોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ઓમિક્રોન રોડેટ્સ એટલે કે ઉંદર જેવા જીવ દ્વારા વ્યક્તિ સુધી પહોંચે છે. આ પ્રક્રિયાને રિવર્સ જૂનોસિસ કહે છે.

તેવામાં સમજી શકાય કે જ્યારે જાનવરોથી મનુષ્યો સુધી કોઈ બીમારી પહોંચે છે તો આ પ્રક્રિયાને જૂનોસિસ કહે છે. તો જ્યારે જાનવરોથી બીમારી પોતાનું રૂપ બદલીને મનુષ્યો સુધી પહોંચે છે તો તેને રિવર્સ જૂનોસિસ કહે છે. આ દાવો વૈજ્ઞાનિકોએ પોતાના રિપોર્ટમાં કર્યો છે.

 વૈજ્ઞાનિક કહે છે કે જેટલો વધુ મ્યૂટેશન વેરિએન્ટમાં જોવા મળ્યો છે એટલો કોરોનાના બીજા વિરેએન્ટમાં જોવા મળ્યો નથી, કારણ કો ઓમિક્રોનમાં ૩૨ મ્યૂટેશન છે.

પરંતુ હજુ તે સ્પષ્ટ રીતે ન કહી શકાય કે ઓમિક્રોન જાનવરોથી ફેલાયો કે મનુષ્યોમાં ધીમે-ધીમે વિકસિત થયો.

(7:28 pm IST)