Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

નવી દિલ્‍હી સ્‍થિત JNU કેમ્‍પસમાં શ્રીરામને સાંકળતી ડોકયુમેન્‍ટરીનું સ્‍ક્રીનીંગ થતા ફરી વિવાદના એંધાણ

જેએનયૂ વહિવટીતંત્ર અનુમતિ મળી ન હોવાછતાં ગત રાત્રે આ ડોક્યૂમેન્ટ્રીને બતાવવામાં આવી અને આ કાર્યક્રમ મંજુરી વિના થયો હતો

 

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સ્થિત જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં છે. આ વખતે યૂનિવર્સિટી વિદ્યાર્થી યૂનિયન) તરફથી બતાવવામાં આવેલી એક ડોક્યૂમેન્ટ્રીને લઇને વિવાદ સર્જાયો છે. જોકે જવાહર લાલ નેહરૂ યુનિવર્સિટી યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયન અને આઇસા એ જેએનયૂ કેમ્પસ માં 'રામ કે નામ' ની ડોક્યૂમેન્ટ્રીનું સ્ક્રીનિંગ કર્યું, જ્યારે યૂનિવર્સિટી વહિવટીતંત્ર એ આવા કોઇપણ પ્રકારના કાર્યક્રમના આયોજન પર પ્રતિબંધ લગાવ્યો હતો.

જેએનયૂન વહિવટીતંત્રએ પ્રતિબંધ લગાવતાં કહ્યું કે આવા કાર્યક્રમ અથવા ડોક્યૂમેન્ટ્રીના પ્રદર્શનથી સાંપ્રદાયિક સૌહાર્દ બગડી શકે છે. વહિવટીતંત્ર આવા વિદ્યાર્થીઓને ફટકાર લગાવી છે જે આ ડોક્યૂમેન્ટ્રીના સ્ક્રીનિંગ કાર્યક્રમનું આયોજનમાં સામેલ છે. 

યૂનિવર્સિટી વહિવટીતંત્રના અનુસાર જો કોઇ વિદ્યાર્થી નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેના વિરૂદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જેએનયૂ વહિવટીતંત્રએ એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે એવા કોઇપણ કાર્યક્રમનું યુનિવર્સિટી વહિવટીતંત્ર પાસે ના તો મંજૂરી માંગવામાં આવી છે ના તો પરવાનગી આપવામાં આવી છે. તો બીજી તરફ જવાહર લાલ નેહરૂ યૂનિવર્સિટી વિદ્યાર્થી સંઘનું કહેવું છે કે 'રામ કે નામ' ડોક્યૂમેન્ટ્રીની સ્ક્રીનિંગ જેએનયૂની વિરાસતને વેચવા માટે કરવામાં આવી છે.

જેએનયૂ વહિવટીતંત્ર અનુમતિ મળી ન હોવાછતાં ગત રાત્રે આ ડોક્યૂમેન્ટ્રીને બતાવવામાં આવી. હવે આ ડોક્યૂમેન્ટ્રીને લઇને વિવાદ થઇ રહ્યો છે. આ ડોક્યૂમેન્ટ્રીનું નિર્દેશન આનંદ પટવર્ધને કર્યું છે અને આ ડોક્યૂમેન્ટ્રી અયોધ્યાના રામ મંદિર સંબંધિત છે.

(11:54 am IST)