Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

હવે રાજસ્થાનના ખેડૂતો સરકાર સામે બાયો ચડાવશે :ખેડૂતોની દિલ્હી કૂચ કરવા તૈયારી

મંત્રણા નિષ્ફળ રહેશે તો રાજસ્થાનના ખેડૂતો પણ નેશનલ હાઇવે-આઠ પરથી દિલ્હી તરફ કૂચ કરશે

નવી દિલ્હી : ખેડૂતોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે ત્યારે જો સરકાર અને ખેડૂતોની બેઠકો બાદ પણ કોઇ પરિણામ ન આવે તો રાજસ્થાનના ખેડૂતો પણ દિલ્હી કૂચ માટે તૈયાર છે. આ માહિતી કિસાન મહાપંચાયતના પ્રમુખ રામપાલ જાટે આપી હતી. તેમણે દિલ્હીમાં ખેડૂત આંદોલન દરમિયાન જણાવ્યું કે જો કૃષિ બિલના મામલે ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચેની મંત્રણા નિષ્ફળ રહેશે તો રાજસ્થાનના ખેડૂતો પણ નેશનલ હાઇવે-આઠ પરથી દિલ્હી તરફ કૂચ કરવા માટે તૈયાર છે.

 

    ખેડૂત આંદોલનના 10 દિવસે ખેડૂતો સાથેની 5 મા તબક્કાની સરકારની મંત્રણા બાદ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે ખેડૂતોએ એમએસપી બાબતે ડરવાની કોઈ જરૂર નથી. એમએસપી ચાલુ જ રહેશે. એમએસપીને લઈને ખેડૂતોમાં જે અસમજંસ છે દૂર થવી જરૂરી છે. એમએસપી દૂર થઈ જશે એવી શંકા જ ન કરવી જોઈએ. જો કોઈને શંકા હોય તો સરકાર તેનું નિરાકરણ લાવવા માટે તૈયાર છે. છેલ્લા બે દિવસથી કેન્દ્ર સરકાર વતી 40 ખેડૂત પ્રતિનિધિઓ સાથે ચર્ચા વિચારણા ચાલી રહી છે. હાલમાં જ સરકારે નવા 3 કૃષિ કાયદાઓનો પંજાબ અને હરિયાણાના ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે.

(10:31 pm IST)