Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

અબ્દુલ્લાને ૬૫ લાખના પગાર-ભથ્થાંની વસૂલાત માટે નોટિસ

સપાના સાંસદ આઝમખાનના પુત્રની મુશ્કેલી વધી : અલાહાબાદ કોર્ટે અબ્દુલ્લાનું ધારાસભ્ય પદ રદ્દ કર્યું હતું

લખનઉ, તા. : સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમની મુશ્કેલી દિવસે દિવસે વધી રહી છે. યોગી સરકારે અબ્દુલ્લા આઝમને રૂ.૬૫ લાખની વસુલાતની નોટીસ પાઠવી છે. રકમ અબ્દુલ્લા આઝમે પોતાના ધારાસભ્યના પગાર અને ભથ્થાના રૂપમાં વિધાન સભા સચિવાલય પાસેથી લીધા હતા. રામપુરના આકાશ સક્સેનાની ફરિયાદના આધારે અબ્દુલ્લા આઝમને નોટીસ પાઠવવામાં આવી છે.

જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં અલાહાબાદ હાઈકોર્ટે અબ્દુલ્લા આઝમનું ધારાસભ્ય પદ રદ્દ કર્યું હતું. મદ્રાસ હાઈકોર્ટે એક આદેશ આપ્યો હતો જેમાં રાજ્ય સરકારે અબ્દુલ્લા આઝમના ધારાસભ્ય રહેવા સમયે સરકારે આપેલા પગાર અને ભથ્થાની વસુલાતની નોટીસ પાઠવી છે. રકમ અંદાજીત રૂ.૬૫ લાખ ૮૭ હજારથી વધારેની છે.

ભાજપ નેતા આકાશ સક્સેનાએ જણાવ્યું હતું કે મહિનાની અંદર અબ્દુલ્લા આઝમને પૈસા વિધાનસભા સચિવાલયમાં જમા કરાવવા પડશે. જો તે જમા નહીં કરાવે તો એક સામાન્ય માણસની જેમ તેના ઉપર પણ વ્યાજની રકમ જોડીને કુલ રકમની વસુલાત કરવી જોઈએ. તેણે વધુમાં કહ્યું હતું કે, મેં ઓગષ્ટે વાતની ફરિયાદ વિધાનસભાના પ્રમુખ સચિવને કરી હતી.

ધારાસભ્ય હતા ત્યારે અબ્દુલ્લા આઝમે પગાર અને ભથ્થાના રૂપમાં જેટલા સરકારી પૈસા લીધા છે તેમની વસુલાત કરવામાં આવે. તમને જણાવી દઈએ કે પૂર્વ સાંસદ અને સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન, તેમની પત્ની અને પુત્ર હાલમાં સીતાપુર જેલમાં બંધ છે. આઝમ ખાનને વિવિધ મામલામાં સંડોવણી હોવાના પગલે જેલમાં બંધ કરવામાં આવ્યા છે. તેમની પત્ની અને પુત્ર ઉપર પણ કેટલાક કેસ દાખલ છે.

(7:31 pm IST)