Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

ગિનિસ બુકમાં નોંધાવ્યો રેકોર્ડ

મેરઠમાં બની ૧૨,૬૩૮ હીરાવાળી વીંટી

વીંટી બનાવતા લાગ્યા ૩ વર્ષ : ૨૮ કારીગરોએ ઉઠાવી જહેમત

 મેરઠ,તા. ૫: ઉત્ત્।ર પ્રદેશના મેરઠમાં યુવા જવેલરી ડિઝાઇનર હર્ષિતે ૧૨૬૩૮ હિરાની અંગૂઠી બનાવીને ગિનીઝ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. યુવા ડિઝાઇનર હર્ષિતે હજારો હિરોને તરાશીને આ અંગૂઠી તૈયાર કરી છે. આટલા બધા હિરા સાથેની આ વિશ્વની પહેલી અનોખી અંગૂઠી છે.

 મેરઠના આભૂષણ વ્યવસાયી અને ડિઝાઇનર હર્ષિત બંસલે ૧૨૬૩૮ હિરા સાથે ગલગોટાના ફૂલની અનોખી અંગૂઠી બનાવી છે. આ અનોખી અંગૂઠીનું નામ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધવામાં આવ્યું છે. મૈસર્સ રેનાની જવેલર્સના મેનેજર હર્ષિતે જણાવ્યું કે આ રીંગને બનાવવા માટે તેણે ત્રણ વર્ષ લાગ્યા.

 હર્ષિત તેવા પહેલા વ્યકિત છે જેમણે આ અંગૂઠીમાં એક સાથે આટલા હિરા લગાવ્યા છે. હર્ષિત આ સાથે જ ભારતનું નામ પણ વિશ્વ ફલક પર ફેલાવ્યું છે.

 રસપ્રદ વાત એ છે કે હર્ષિતે આ રિંગ શોખ માટે બનાવી છે. તેણે આ રિંગ બનાવીને હૈદરાબાદના શ્રીકાંતનો રેકોર્ડ તોડ્યો. શ્રીકાંતે એક ગોળાકાર ડિઝાઇનમાં ૭૮૦૧ ડાયમંડની વીંટી બનાવી હતી અને તેના કરતા વધારે હીરા મૂકીને હર્ષિતે આ નવો રેકોર્ડ બનાવ્યો હતો. હર્ષિતની સફળતાથી આખો પરિવાર ખુશ છે. ટૂંક સમયમાં વર્લ્ડ રેકોર્ડ ટીમ ભારત આવશે અને હર્ષિતનું સન્માન કરશે

 હર્ષિત કહે છે કે આ વીંટીમાં ૮ સ્તરો છે અને ૧૩૮ પાંદડા હીરાથી ભરેલા છે. હર્ષિતને વીંટી બનાવવા માટે ૩ વર્ષ લાગ્યાં. રીંગમાંના બધા હીરા VSVVS ગુણવત્ત્।ાવાળા કુદરતી અને IGI પ્રમાણિત હીરા છે. હર્ષિતે આ રિંગ ડિઝાઇન કરી. ત્યારે સુરતમાં કંપનીના ૨૮ કારીગરોને આ અંગૂઠી બનાવવામાં મદદ કરી છે.

 ધ મેરીગોલ્ડ ડાયમંડ રિંગ નામની રીંગનું વજન ૧૬૫.૪૫૦ ગ્રામ છે, હીરાનું વજન ૩૮.૦૮ કેરેટ છે, વીંટીમાં ૧૮ કેરેટ શુદ્ઘતાનું સોનું છે. રીંગમાં ૮ સ્તરો, ૧૩૮ પાંદડાઓ છે. દરેક પાંદડાની આકાર અને ડિઝાઇન અલગ હોય છે. હીરા દરેક પાંદડા માં સ્ટડેડ છે. બધા હીરા લગભગ સમાન કદના છે. રીંગનું કદ ૩ ઇંચ પહોળું, ૧.૭૫ ઇંચ ઊંચું છે. હીરાને ગોલ્ડ મેરીગોલ્ડથી સ્ટડેડ કરવામાં આવ્યા છે. હર્ષિત કહે છે કે મહિલાઓ તેને આરામથી પહેરી શકે છે

 હર્ષિતે પણ આ રિંગની સલામતીને લઈને પણ વિશેષ વ્યવસ્થા કરી છે. કસ્ટમાઇઝડ જવેલરીમાં ડિલ કરે છે. ડાયમંડ જવેલરી ડિઝાઇનિંગ સુરત અને મુંબઇ, તેમજ ડાયમંડ ગ્રેડિંગ એનઆઈજેટી મેરઠ પાસેથી શીખી છે. જો કે તેમણે હજી આની કિંમત વિષે કોઇ સ્પષ્ટતા નથી કરી.

(9:30 am IST)