Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

આને કહેવાય ગઠિયા

નિઝામના ૩૦૦ કરોડના મહેલને વેચી માર્યો

મહેલને કંપનીની જાણકારી વગર જ કાશ્મીરના એક હોટેલ વ્યવસાયીને વેચી દીધો છે

મુંબઈ, તા.પઃ મુંબઈની એક કંસ્ટ્રકશન કંપનીએ પોતાના બે પૂર્વ કર્મચારીઓ વિરુદ્ઘ આરોપ મુકયો છે કે તેમણે હૈદરાબાદમાં આવેલ એક રુ.૩૦૦ કરોડની કિંમતના મહેલને કંપનીની જાણકારી વગર જ કાશ્મીરના એક હોટેલ વ્યવસાયીને વેચી દીધો છે. આ ફરિયાદ નિહારિકા ઇન્ફ્રાસ્ટ્રકચરે મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખામાં કરી છે. નિહારિકા ઇન્ફ્રાસ્ટ્રકચરના મુંબઈ અને નવી મુંબઈમાં રહેણાંક અને કોમર્શિયલ પ્રોજેકટર ચાલી રહ્યા છે.

પોતાની ફરિયાદમાં કંપનીએ પોતાના પૂર્વ કર્મચારી સુરેશ કુમાર અને સી. રવિંદ્ર પર આરોપ લગાવ્યો કે તેમણે કંપનીની જાણ બહાર હૈદરાબાદમાં આવેલ કંપનીની પ્રોપર્ટીને કાશ્મીર સ્થિત આઇરિસ હોસ્પિટાલિટીના અમિત અમલા અને અર્જુન અમલાને વેચી દીધી છે. નિહારિકા ઇન્ફ્રાસ્ટ્રકચરે ત્રણ વર્ષ પહેલા ૧૦૦ વર્ષ જૂનો નજરી બાગ પેલેસ તેના ટ્રસ્ટ પાસેથી ખરીદ્યો હતો. હૈદરાબાદ પાસે હૈદરગુડામાં આવેલો આ પેલેસ કિંગ કોઠી નામે જાણિતો છે. પરંતુ આ વર્ષે જૂન દરમિયાન જયારે કંપનીના કર્મચારી હૈદરાબાદ પ્રોપર્ટીના રજિસ્ટ્રાર ઓફિસમાં ગયા ત્યારે જાણ થઈ કે આ જગ્યાનો માલિકી હક્ક આઇરિસ હોસ્પિટાલિટીને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે.

જયારે આ મામલે તપસા કરી તો જાણવા મળ્યું કે આઇરિસ હોસ્પિટાલિટીએ સુરેશ કુમાર અને સી.. રવિંદ્ર સાથે આ મહેલની ડીલ કરી હતી. જયારે આ બંને આ વર્ષે જ ફેબ્રુઆરીમાં નિહારિકા ઇન્ફ્રાસ્ટ્રકચર છોડી ચૂકયા છે. હવે પોલીસ આ બંનેની શોધ કરી રહી છે. તપાસ અધિકારીએ કહ્યું કે એવું લાગી રહ્યું છે કે આ બંનેએ હૈદરાબાદ રજિસ્ટ્રાર ઓફિસમાં નકલી દસ્તાવેજ જમા કર્યા છે. તેમની વિરુદ્ઘ ગેરરીતિ, છળ, કપટ અને વિશ્વાસ તોડવા અંગેના અપરાધિક કલમો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે.

કિંગ કોઠી પેલેસ ૨.૫ લાખ વર્ગ ફૂટની જગ્યાની પ્રોપર્ટી છે. માનવામાં આવે છે કે ભારતમાં વિલય પહેલા હૈદરાબાદના છેલ્લા નિઝામ અહીં જ રહેતા હતા. ૧૯૬૭માં તેમનું મૃત્યું થયું હતું. નિઝામે આ સંપત્ત્િ। જાણિતા આર્કિટેકટ કમાલ ખાન પાસેથી ખરીદી હતી. જે બાદ તેમણે નજરી બાગનું નામ બદલીને કિંગ કોઠી રાખ્યું હતું.

(3:28 pm IST)