Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

કેજરીવાલને ઈમેલ પર ધમકી આપનારો વ્યક્તિ માનસિક અસ્થિર નિકળ્યો: રાજસ્થાનથી ધરપકડ

દિલ્હી પોલીસના સાઈબર સેલે ઝડપેલ વ્યક્તિ અગાઉ પણ અનેકને ધમકી મેસેજ આપી ચુક્યો છે

નવી દિલ્હી : દિલ્હી પોલીસના સાઈબર સેલે અરવિંદ કેજરીવાલને ઈમેઈલ પર ધમકી આપનાર શખ્સની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલો આરોપી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે

 . આરોપી અજમેરનો રહેવાસી છે, જે પહેલાં પણ અનેક લોકોને ધમકીભર્યા મેસેજ આપી ચુક્યો છે હાલમાં જ આરોપીએ ગુગલથી દિલ્હીના મુખ્યમંત્રીનું મેઈલ આઈડી કાઢીને તેને ધમકીભર્યા અને ભદ્દા મેઈલ કર્યા હતા. જે બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ દિલ્હી પોલીસના સાઈબર સેલમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આરોપીનું લેપટોપ સીઝ કરી દીધું છે અને તેના મેડિકલ કાઉન્સિલ કરાવવામાં આવશે.

(1:08 pm IST)