Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

અર્થતંત્રની ગાડી દોડાવવા માટે

નાના ઉદ્યોગોને મોટી રાહતની તૈયારી

૧૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સરકાર દેશભરના આર્થિક અને સામાજીક આંકડાઓ ભેગા કરી રહી છે સરકાર

નવી દિલ્હી, તા. પ : અર્થ વ્યવસ્થાને ગતિ આપવા માટે સરકાર લઘુ અને મધ્યમ ધંધાર્થીઓને મોટી રાહત આપવાની તૈયારીમાં છે. આના હેઠળ એમએસએમઇ સેકટરની વ્યાખ્યા બદલવામાં આવશે. લઘુ ઉદ્યોગોને અલગ અલગ શ્રેણીમાં મૂકવામાં આવશે જેથી તેમને તાત્કાલીક રાહત ઉપલબ્ધ કરાવી શકાય.

અત્યારે દેશમાં ઉત્પાદન અને સેવા એમ બે જ શ્રેણી છે. આના દ્વારા બદહાલ ઉદ્યોગોની ઓળખ કરવી મુશ્કેલી બની જાય છે. સરકાર ઇચ્છે છે કે તેની ઘણી બધી શ્રેણીઓમાં વહેંચી દેવાય જેથી તેમની મુશ્કેલીઓ સમયસર ઓળખી શકાય. સેકટરના હિસાબે શ્રેણી બનાવીને ટર્નઓવરની લીમીટ નક્કી કરવામાં આવશે જેથી ધંધાર્થીઓને જીએસટી રિફંડ ઉપરાંત બીજી છુટછાટો ઝડપથી મળી શકે. ઉત્પાદન ક્ષેત્રમાં ત્રણથી વધારે શ્રેણીઓ બનાવી શકાય છે. જયારે આભુષણ, ટેક્ષટાઇલ અને ઓટો ક્ષેત્રની અલગ પરિભાષા નક્કી કરાશે.

સુત્રો અનુસાર, સરકાર આના માટે જલ્દીથી કેબીનેટમાં નવું બિલ લાવી શકે છે. ત્યાર પછી તેને અધ્યાદેશ દ્વારા પણ લાગુ કરી શકાશે.  સરકાર ૧૦૦૦ કરોડ રૂપિયા ખર્ચીને દેશભરમાંથી આર્થિક અને સામાજીક આંકડાઓ મેળવી રહી છે. ડ્રોન દ્વારા પણ દરેક વિસ્તારોનું મેપીંગ કરાશે. ત્યાંના રસ્તાઓ, વસ્તી, ઉદ્યોગ અને સંભાવિત ઉદ્યોગોના આધાર પર ડીજીટલ માહિતીઓ ભેગી કરીને તેના આધારે યોજના બનશે.

(11:36 am IST)