Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

કેબલ ટીવી જોવાનું થયું સસ્તુ : હવે ૧૩૦ રૂપિયામાં જોવા મળશે ૧૫૦ ચેનલ

નવી દિલ્હી, તા.૫: કેબલ ટીવી સબ્સ્ક્રાઈબર્સ માટે એક સારી ખબર આવી છે. હવે તેમને ૧૩૦ રૂપિયાના એનસીએફ ચાર્જમાં પહેલા કરતા વધારે ચેનલ જોવા મળશે. નવા ટૈરિફ નિયમો લાગુ થયા બાદ મોટાભાગ મોટાભાગના ગ્રાહકોની ફરિયાદ હતી કે તેમના માટે હવે ટીવી જોવાનું પહેલાથી વધારે મોંઘું થઈ ગયું છે. ટ્રાઈ આ મુશ્કેલીને દૂર કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ઓલ ઈન્ડિયા ડિજિટલ કેબલ ફેડરેશને ગ્રાહકોને તેમાંથી રાહત આપી દીધી છે.

હાલાં જ થયેલી મીટિંગમાં ઓલ ઈન્ડિયા ડિજિટલ કેબલ ફેડરેશને સબ્સ્ક્રિપ્શન કોસ્ટ ઓછી કરવા માટે કિંમતોમાં જરૂરી ફેરફાર કર્યાછે. ફેડરેશને નક્કી કર્યું છે કે હવે ગ્રાહકોને ૧૩૦ રૂપિયામાં ફઘ્જ્ ચાર્જ ૧૫૦ સ્ટાન્ડર્ડ ડેફિનેશન (SD) ચેનલ જોવા મળશે જે પહેલા માત્ર ૧૦૦ હતી. ફેડરેશનના પ્રેસિડેન્ટ એસ.એન શર્માએ કહ્યું કે તેમણે ફેડરેશનના મેમ્બર્સ સાથે આ વિશે ચર્ચા કરી છે. આ ચર્ચામાં ૧૩૦ રૂપિયાના નેટવર્ક કેપેસિટી ફીસમાં ૧૫૦ એસડી ચેનલ બતાવવાનો નિર્ણય કર્યો છે.

પહેલાની વાત કરીએ તો જે સબ્સ્ક્રાઈબર્સ ૧૦૦થી વધારે ચેનલ જોવા ઈચ્છતા હતા તેમને ૨૫ ચેનલ માટે અલગથી ૨૦ રૂપિયા આપવા પડતા હતા. આ હિસાબથી જોઈએ તો ૧૫૦ ચેનલ માટે એનસીએફ ચાર્જ સાથે ૧૭૦ રૂપિયા ચૂકવવા પડતા હતા. ફેડરેશન દ્વારા કરાયેલા ફેરફાર બાદ કેબલ ટીવી સબ્સ્ક્રાઈબર્સને આ નિયમ લાગૂ પડશે. ડીટીએચ સબ્સ્ક્રાઈબર્સને આ ફેરફાર માટે હજુ થોડી રાહ જોવી પડશે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ વર્ષે ડીટીએચ અને કેબલ નેટવર્ક માટે નવા ટૈરિફની જાહેરાત કરી છે. આ બાદ સબ્સ્ક્રાઈબર્સને મહિને પહેલા કરતા વધારે પૈસા ચૂકવવા પડે છે. નવા ટૈરિફ નિયમોને ટ્રાઈએ સબ્સ્ક્રાઈબર્સનું ટીવી જોવાનું બિલ ઓછું કરવા માટે લાગુ કર્યું  હતું.

(10:14 am IST)