Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ઝારખંડમાં જેડીયુ એકલેહાથે લડશે ચૂંટણી :પ્રદેશ અધ્યક્ષે સરકાર રચવાનો દાવો કર્યો;ગઠબંધન પર સંકટના વાદળો

જમશેદપુરમાં કાર્યકર્તા સંમેલનમાં તમામ 81 બેઠકો લડવાની જાહેરાત કરતા રાજકારણમાં ગરમાવો

 

ઝાંડરખંડમાં જેડીયુના પ્રદેશ અધ્યક્ષે રાજ્યની તમામ બેઠકો પર એકલેહાથે ચૂંટણી લડવાની જાહેરાત કરવા સાથે પ્રદેશમાં પોતાની સરકાર રચવાનો પણ દાવો કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે ભાજપ અને જેડીયુ વચ્ચેના ગઠબંધન પર સંકટના વાદળો ઘેરાયા છે

  મોદી સરકાર પ્રતિકાત્મક મંત્રી પદ મળવાથી નારાજ જનતા દળ યુનાઇટેડ હવે લડી લેવાના મૂડમાં હોય તેવું જણાઈ રહ્યું છે.પહેલાં બિહારના મંત્રી મંડળમાં ભાજપના એક પણ ધારાસભ્યને સ્થાન આપ્યા બાદ હવે જેડીયુએ ઝારખંડમાં આગામી વિધાસભાની ચૂંટણી એકલાહાથે લડવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે

  . ઝારખંડ જેડીયુના અધ્યક્ષ સાલખન મુર્મૂએ જમશેદપુરમાં યોજાયેલા કાર્યકર્તા સમ્મેલનમાં જાહેરાત કરી કે પાર્ટી રાજ્યમાં તમામ 81 બેઠકો પર એકલાહાથે ચૂંટણી લડશે. તેમણે ફક્ત ચૂંટણી લડવાનો નહીં પરંતુ સરકાર રચવાનો દાવો પણ કર્યો હતો.

   ઝારખંડ જેડીયુના પ્રદેશ પ્રમુખનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બિહારમાં મુખ્યમંત્રી વિપક્ષીદળોની ઇફ્તાર પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે. સહયોગી ભાજપ સાથેના સંબંધોમાં ખટાશ હોવાની વિગતો બહાર આવી રહી છે. બહુમતીથી દૂર રહેનારી અને ઝારખંડમાં નબળા પક્ષ તરીકે ઉભરી રહેલી જેડીયુના પ્રકારના નિવેદનોનો પરીપ્રેક્ષ્ય જુદો હોવાનો નિષ્ણાતો કયાસ લગાડી રહ્યાં છે. નિષ્ણાતોના મતે પ્રકારના નિવેદનો ભાજપ પર દબાણ સર્જવાનો પ્રયાસ હોઈ શકે છે.

 

(10:45 pm IST)