Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

દેવબંધનો ફતવોઃ ઇદના દિવસે એકબીજાને ભેટવું એ ઇસ્લામની નજરે સારૂ નથી

સહારનપુર : ઇદના દિવસે ઇસ્લામિક શિક્ષણ સંસ્થા દારૂલ ઉલુમ દેવબંધના એક નવા ફતવાથી વિવાદઃ દેવબંધનના આ ફતવામાં જણાવાયું છે કે ઇદના દિવસે એકબીજાને ભેટવું એ ઇસ્લામની નજરમાં સારૂ નથીઃ પાકિસ્તાનના એક શખ્સે દારૂલને સવાલ કર્યો હતો કે શું હઝરત મોહમ્મદ સાહેબના જીવનકાળમાં કરાયેલ કાર્યોથી એ સાબિત થાય છે કે ઇદના દિવસે ગળે લાગવું યોગ્ય છે ? તેણે એવો પણ સવાલ કર્યો હતો કે જો કોઇ ભેટવા આગળ વધે તો તેને ભેટવું જોઇએ ? તો જવાબમાં દેવબંધના મુફતીઓએ ફતવામાં કહયું હતું કે જો કોઇ આવું કરે તો તેને વિનમ્રતાથી રોકવો જોઇએ જો કે તેઓએ ઉમેર્યું હતું કે જો કોઇ સાથે લાંબા સમય બાદ મુલાકાત થઇ હોય તો તેને ભેટવામાં વાંધો નથી.

(3:59 pm IST)