Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ફોર્મ-૧૬ ઇશ્યૂની તારીખ લંબાતા હવે IT રિટર્નની તારીખ પણ લંબાશે

ફોર્મ-૧૬ ઇશ્યૂની તારીખ ૧૦ જુલાઇ સુધી લંબાવાઇઃ હવે ૩૧ ઓગસ્ટ સુધી ITR ની તારીખ લંબાશે

નવી દિલ્હી તા.પ : સરકાર પેનલ્ટી વગર ઇન્કમટેકસ રિટર્ન (આઇટીઆર) ભરવાની આખરી તારીખ લંબાવી શકે છે. દર વર્ષે ઇન્કમટેકસ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઇ હોય છે, પરંતુ આ વર્ષે રિટર્ન ભરવાની અંતિમ તારીખ લંબાવી શકે છે, કારણ ક ેસેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસ (સીબીડીટી) દ્વારા ફોર્મ નં. ૧૬ ઇશ્યુ કરવાની તારીખ ૩૦ જુનથી ૧૦ જુલાઇ સુધી લંબાવી દેવામાં આવી છે. હવે ઇન્કમટેકસ રિર્ટન ભરવાની આખરી તારીખ ઓછામાં ઓછી ૩૧ ઓગસ્ટ,ર૦૧૯ સુધી લંબાવવામાં આવી શકે છે. સાથે નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯ માટે ફોર્મ-ર૪-Q ફાઇલ કરવાની પણ આખારી તારીખ લંબાવી દેવાઇ છે. સીબીડીટીના જણાવ્યા પ્રમાણે ૪ મે, ર૦૧૯ ના ઓર્ડર મુજબ ટીડીએસ રિટર્ન (ફોર્મ-ર૪-Q) ની આખરી તારીખ ૩૧ મે, ર૦૧૯ થી લંબાવીને ૩૦ જુન ર૦૧૯ કરવામાં આવી છે.

ગઇ સાલ પણ સરકારે પાન-આધાર લિન્કિંગ જેવા કેટલાય કારણસર ઇન્કમટેકસ રિટર્ન ભરવાની સમયમર્યાદા લંબાવી હતી અને નિર્ધારિત તારીખ બાદ ઈન્કમટેકસ રિટર્ન ભરનારને દંડ ફટકાર્યો હતો. તેને લઇને વિવિધ પક્ષોએ સરકારને અપીલ પણ કરી હતી.

આ અગાઉ મેના આરંભે ફોર્મ-ર૪-Q માં મહત્ત્વના ફેરફાર કરાયા હતા. આ ફેરફાર અનુસાર કંપનીને ફોર્મ-૧૬ના પાર્ટ-બીમાં એકયુરેટ ટીડીએસ સર્ટિફિકેટની માહિતી આપવી પડશે. ફોર્મ-ર૪-Q સેલરી પર કપાતા ટેકસનું કવાર્ટરલી સ્ટેટમેન્ટ હોય છે. છેલ્લી ઘડીએ ઇન્કમટેકસ રિટર્ન ભરવાની હોડમાં ઇ-ફાઇલિંગ સાઇટ પણ ઘણી વાર ઠપ્પ થઇ જતી હોય છે અને તેથી રિટર્ન ભરવાની તારીખ લંબાવવામાં આવશે.

(3:58 pm IST)