Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ઇદના અવસરે

પાકિસ્તાને લંબાવ્યો મિત્રતાનો હાથઃ ભારતીય વિમાનો માટે ખોલી એરસ્પેસ

નવીદિલ્હી, તા.૫: ફેબ્રુઆરી મહિનાની ૧૪મી તારીખે જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર આત્મદ્યાતી હુમલો થયો હતો. આ હુમલામાં દેશના ૪૪ જવાનો શહીદ થયા હતા. આ દ્યટના બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી. આ એરસ્ટ્રાઇક બાદ બંને દેશો વચ્ચે તણાવ સર્જાયો હતો જેના ભાગરૂપે બંને દેશોએ એક બીજાના વિમાનો માટે એરસ્પેસ બંધ કરી દીધી હતી. જોકે, ભારતે આ એરસ્પેસ ખોલ્યા બાદ ઇદના પાવન અવસરે પાકિસ્તાને પણ દોસ્તીનો હાથ લંબાવ્યો છે.

 પાકિસ્તાન દ્વારા ભારતીય વિમાનો માટે એરસ્પેસ ખુલ્લી મૂકવામાં આવી છે. આ પ્રતિબંધ દૂર થયા બાદ પાકિસ્તાનના માર્ગે પ્રથમ વિમાન દિલ્હીમાં દાખલ થયું હતું.

પાકિસ્તાન સિવિલ એવિએશન ઓર્થારિટીના ડાયરેકટરે ઇંડિગો એરલાઇન્સના અધિકારી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હું ફ્લાઇટનું મોનિટરીંગ કરી રહ્યો હતો, ફ્લાઇટ સફળતાપૂર્વક લેન્ડ થઈ હતી. તમને વચન આપ્યું હતું. ઈદ મુબારક હો

ઇન્ડિગોના એક અધિકારીએ કહ્યું, ઙ્કપાકિસ્તાનની સલાહ એવી હતી કે એક સાથે વધારે ફ્લાઇટને ઉડાણની મંજૂરી આપતા પહેલાં એક ફ્લાઇટને ટેસ્ટ ફ્લાઇટ તરીકે ઉડાણ ભરાવવામાં આવે. જેના અંતર્ગત દુબઈ-દિલ્હી ફ્લાઇટ 6E-24 સોમવારે રાત્રે એરસ્પેસમાંથી પસાર થઈ હતી.

(3:57 pm IST)