Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ડરના નહિ.. જો હમસે ટકરાયેગા વો ચૂર ચૂર હો જાયેગા

ઇદના દિવસે મમતાએ લઘુમતીઓને કહ્યું... મુર્દ્દે લાખ બુરા ચાહે તો કયા હોતા હૈ

નવીદિલ્હી, તા.૫: દેશભરમાં આજે ઈદ-ઉલ-ફિતરના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરની મસ્જિદોમાં ઈદ-ઉલ-ઇઇ-ફિતરની તક પર લોકો નમાઝ અદા કરી રહ્યાં છે. આ તક પર બધા એકબીજાને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. પશ્યિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ આ તક પર લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. મમતા બેનરજીએ ઈદના તહેવાર પર આયોજિત એક કાર્યક્રમમાં તેમના સંદેશમાં કહ્યું કે, ઈદ તમારા માટે નવી સવાર લઇને આવશે, કોઇ રોકી શકતું નથી. તેમણે કહ્યું કે અમે લડીશુ અને જીતીશુ.

મમતા બેનરજીએ ટ્વીટ કરી કહ્યું, ઈદ-ઉલ-ફિતરના તક પર દરક ને હાર્દિક શુભેચ્છાઓ... ધર્મ વ્યકિતગત આસ્થાનો વિષય છે, પરંતુ તહેવાર સાર્વત્રિક છે. આવો આપણે એકતાની આ ભાવનાઓને બનાવી રાખીએ અને શાંતિ અને સદ્ભાવના સાથે માં એક સાથે રહીએ.

ઈદની આ તક પર આયોજિત એક કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, તમે ડરશો નહીં, દુઃખી થશો નહીં, તમે આગળ વધો, માનવતા માટે આગળ વધો. રોશની ચાંદથી મળે છે, ઈદ મિલન માટે શુભેચ્છાઓ લઇને આવે છે. ઈદ તમારા માટે નવી સવાર લાવશે, કોઇ રોકી શકતું નથી, જો કોઈ અવરોધ હોય તો તેના માટે માફ કરશો. તમે જે બંગાળ માટે મદદ કરી, તેના માટે આભાર.

લોકોને સંબોધંન કરતા સીએમ મમતાએ કહ્યું કે, તમે લોકો સમાજમાં એક સાથે રહેવા માટે, એકતા માટે, સેકયૂલરિઝમ માટે, દેશની પરંપરા માટે, રાજયની પરંપરા માટે, આગળ વધવામાં મદદ કરતા આવ્યા છો. તમે લોકો સાથે છો, દરેક લડાઇમાં અમે સાથે છીએ, અમે લડીશું, તેમાં ભયભીત થવાનો કોઇ વાત નથી. 'જો ડરતે હૈ વો મરતે હૈ, જો લડતે હૈ વો હી કામયાબ હોતે હૈ'

 જો કે, બોર્ડર સુરક્ષા દળના જવાનોને પશ્યિમ બંગાળની સિલીગુડીની પાસે ભારત-બાગ્લાદેશ બોર્ડ પર ફુલવાડીમાં બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશના કર્મીઓની સાથે મિઠાઇનું આદાન પ્રદાન કર્યું અને ઈદની શુભેચ્છાઓ પાઠવી.

(3:56 pm IST)